શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ભગવાન જગન્નાથની રથયાત્રા
Written By
Last Updated : બુધવાર, 15 જુલાઈ 2015 (15:39 IST)

શનિવારે 138મી રથયાત્રાઃ 98 ટ્રક, 25,000 કિલો મગનો પ્રસાદ

400 કિલો જાંબુ, 200 કિલો કેરી, 200 કિલો કાકડી, દાડમ, 2 લાખ ઉપેણાનો પ્રસાદ

1200 ખાલસીભાઇઓ રથને ખેંચશે

મુખ્યમંત્રી આનંદીબેન પટેલ રથયાત્રા પ્રારંભની વિધિને પહિંદ વિધિ કરાવશે

અમદાવાદમાં આગામી 18 જુલાઇએ ભવ્ય રથયાત્રા નીકળવા જઇ રહી છે. આ માટે જગન્નાથ મંદિર અને શહેર પોલીસનું તંત્ર સજ્જ થઇ ગયું છે. આ વખતની રથયાત્રા 138મી રથયાત્રા હશે. જેમાં 18 શણગારેલા હાથી, 98 ટ્રક, અંગકસરતનાં 30 અખાડા, 18 ભજન મંડળી, 3 બેન્ડવાજા રથયાત્રામાં જોડાશે. પરંપરાગત રીતે રથને ખેંચવા માટે 1200 જેલા ખાલસા ભાઇઓ જગન્નાથનાં ચરણોમાં સેવા આપશે. જ્યારે દેશભરમાંથી 2000 સાધુ-સંતો આ રથયાત્રામાં હાજર રહશે.

રથયાત્રામાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટતાં હોય છે. ભાવિકોની આસ્થા સાથે રથયાત્રાનો ખાસ મગનો પ્રસાદ જોડાયેલો છે. જેને લેવા માટે ભાવિકોનો અનેરો ઉત્સાહ હોય છે. આ ઉત્સાહને જોઇને મંદિર તરફથી 25000 કિલો મગ, 400 કિલો જાંબુ, 200 કિલો કેરી, 200 કિલો કાકડી, દાડમ, 2 લાખ ઉપેણાનો પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે.

રથયાત્રામાં હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી અને સૌરાષ્ટ્રનાં સંતો હાજર રહેશે.

પરમ પુનિત અને સાંસ્કૃતિ તેમજ ઐતિહાસિક મહત્વ ધરાવતી રથયાત્રા પ્રારંભની વિધિને પહિંદ વિધિ કહેવામાં આવે છે. ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ આ વખતે પણ રથયાત્રાને પ્રસ્થાન કરાવશે. આનંદીબેન સોનાની સાવરણથી રથને સ્વચ્છ કરી તેમજ દોરડું ખેંચીને રથયાત્રાને પ્રયાણ કરાવશે.