શનિવાર, 8 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. અમદાવાદ ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 5 મે 2020 (15:51 IST)

અમદાવાદ જિલ્લાના 25 હજાર પરપ્રાંતીયો વતન પહોંચ્યા

કોરોના વાયરસ
હાલમાં સમગ્ર દેશમાં મજુરોને લઈ હલ્લાબોલ ચાલી રહ્યો છે. ત્યારે અમદાવાદ જિલ્લામાં અત્યાર સુધીમાં 63,500 પરપ્રાંતીય નોંધાયા છે, જેમાંથી 25 હજાર જેટલા શ્રમિકો વતન પહોંચ્યા છે. તેમાંથી 10 હજાર શ્રમિકો ટ્રેન મારફતે અને બાકીના 15 હજાર પરપ્રાંતીય ખાનગી વાહનો મારફતે વતનમાં પહોંચ્યા છે.  સોમવારે સાબરમતી રેલવે સ્ટેશન પરથી વધુ ત્રણ ટ્રેન 3600 શ્રમિકોને લઈને બિહાર, ઉત્તરપ્રદેશ રવાના કરાઈ હતી.