બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. અમદાવાદ ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 12 ફેબ્રુઆરી 2020 (12:14 IST)

Crime News કિન્નરને યુવાન સાથે પ્રેમસંબંધ રાખવો ભારે પડ્યો, વહેમ જતાં મોતને ઘાટ ઉતાર્યો

અમદાવાદ શહેરના સરદારનગર વિસ્તારમાં કિન્નરની હત્યા થતાં પોલીસ દોડતી થઇ ગઇ છે. નોબલનગરમાં આવેલા વાલ્મીકીનગરમાં રહેતા મમતા માસીને તેના જ પ્રેમીએ હથિયારના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધા છે. પોલીસનું કહેવું છે કે મમતા માસી, તેનો પ્રેમી અજય નાળીયા અને અન્ય એક વ્યક્તિ છેલ્લા કેટલાય સમયથી વાલ્મીકી આવાસમાં ભાડે રહેતા હતા. જો કે કેટલાક સમયથી મમતામાસી તેમજ અજય વચ્ચે તકરાર ચાલી રહી હતી. 
 
માસીને શંકા હતી કે તેના પ્રેમી અજયને અન્ય કોઇ કિન્નર સાથે પણ સંબંધ છે. જેથી બંન્ને વચ્ચે અનેક વખત આ બાબતને લઇને બોલાચાલી થતી હતી. જો કે આજે ઉગ્ર બોલાચાલી થતાં અજયએ મમતા માસીને છાતીના ભાગે હથિયારનો એક ઘા માર્યો હતો. જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત મમતા માસીનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું. જો કે સમગ્ર ઘટનાની જાણ થતાં જ ક્રાઇમબ્રાન્ચ સહીતનો સ્ટાફ ઘટનાસ્થળ પર પહોચ્યો હતો. અને આરોપીની પકડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.