શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. અમદાવાદ ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 24 જાન્યુઆરી 2020 (16:13 IST)

જાણો રાજ્યના એસ.ટી. તંત્રને રોજનું એક લાખનું નુકશાન કેમ ભોગવવું પડે છે

દાંતા અંબાજી માર્ગ ઉપર ચાલી રહેલ કામગીરીને કારણે અંબાજી થી ઉપાડતી અને  આવતી બસો વાયા હડાદ તેમજ વિરમપુર થવાને કારણે એસ. ટી. તંત્ર ને પણ મોટું નુકસાન થઈ  રહ્યું છે. જયારે લાંબા અંતરે જતા આવતા યાત્રિકો પણ ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે. એસ  ટી સૂત્રો ના જણાવ્યા મુજબ પ્રતિ દિન એક લાખ રૂપિયા જેટલી ખોટ તંત્ર ભોગવી રહ્યું છે. એ સાથે જ પેસેન્જરમાં પણ ત્રીસ થી પાંત્રીસ ટકા જેટલો ઘટાડો નોંધાઈ રહ્યો છે. યાત્રાધામ અંબાજીને સાંકળતો પાલનપુરથી અંબાજી વચ્ચેનો માર્ગ ચાર માર્ગિય બનાવવામાં આવી રહ્યો છે. જેનું કામ વર્તમાન સમયે પ્રગતિમાં છે. બીજી તરફ ત્રિશુળીયા ઘાટ ઉપર અવાર- નવાર થતાં જીવલેણ અકસ્માતો નિવારવા માટે પણ તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં ત્રિશૂળીયા ઘાટને ચાર માર્ગિય કરી ઘાટને નીચે ઉતારવા સહિતની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.  ત્યારે બનાસકાંઠા જિલ્લા કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ સંદિપ સાંગલેએ તારીખ 1/1/2020 થી 31/1/2020 સુધી દાંતાથી અંબાજી વચ્ચેનો માર્ગ બંધ કરવાનો હૂકમ કર્યો છે. આ પ્રતિબંધનો ભંગ કરનારા વાહન ચાલક સામે ગુજરાત પોલીસ અધિનિયમની કલમ મુજબ સજાને પાત્ર ઠરશે. જોકે, અંબાજી જવા માટે વાહન વ્યવહાર અન્ય માર્ગે ડાયવર્ટ કરાયો છે.  જેની અસર ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહારની આવક ઉપર પણ પડી રહી છે. દાંતા અંબાજી માર્ગ ઉપર ચાલી રહેલ કામગીરીને કારણે અંબાજી થી ઉપાડતી અને  આવતી બસો વાયા હડાદ તેમજ વિરમપુર થવાને કારણે એસ. ટી. તંત્ર ને પણ મોટું નુકસાન થઈ  રહ્યું છે.  જયારે લાંબા અંતરે જતા આવતા યાત્રિકો પણ ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે. એસ  ટી સૂત્રો ના જણાવ્યા મુજબ પ્રતિ દિન એક લાખ રૂપિયા જેટલી ખોટ તંત્ર ભોગવી રહ્યું છે. એ સાથે જ પેસેન્જરમાં પણ ત્રીસ થી પાંત્રીસ ટકા જેટલો ઘટાડો નોંધાઈ રહ્યો છે.