શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 24 જાન્યુઆરી 2020 (17:18 IST)

India vs New Zealand - 204નો સ્કોર પણ ઓછો સાબિત થયો, ઓકલેંડમાં 6 વિકેટથી જીત્યુ ભારત

ટીમ ઈંડિયાએ ઑકલેંડ ટી 20માં ન્યૂઝીલેન્ડને 6 વિકેટથી હરાવી દીધુ. ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ન્યુઝીલેંડની ટીમે 20 વોઅરમાં 5 વિકેટ ગુમાવીને 203 રન બનાવ્યા અને ભારતને જીત માટે 204 રનનુ લક્ષ્ય આપ્યુ. જવાબમાં ટીમ ઈંડિયાએ 19 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને લક્ષ્ય મેળવી લીધુ. કેએલ રાહુલે 56 રન બનાવ્યા જ્યારે કે કોહલીએ 45 રનની રમત રમી. 
 
ભારતની શરૂઆત ખરાબ રહી. રોહિત શર્માના રૂપમાં ભારતને પ્રથમ ઝટકો 16 રનના કુલ સ્કોર લાગ્યો. રોહિત શર્માને મિશેલ સેંટનરે રૉસ ટેલરના હાથે કેચ આઉટ કરાવી દીધો. રોહિતે 7 રન બનાવીને આઉટ થયા. રોહિતે આઉટ થયા પછી કે એલ રાહુલ અને વિરાટ કોહલીએ મળીને બીજા વિકેટ માટે 99 રનની પાર્ટનરશિપ કરી. કેએલ રાહુલ 27 બોલ પર 56 રનની રમત રમીને આઉટ થયા. રાહુલે પોતાના દાવમાં 4 ચોક્કા અને 3 છક્કા માર્યા. રાહુલને આઉટ કરી ઈશ સીઢીએ ભારતને બીજો ઝટકો આપ્યો.  
 
ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને ધમાકેદાર બેટિંગ કરી ભારતીય બોલરોનો ધોઇ નાંખ્યા હતા અને માત્ર 25 બોલમાં તેણે 51 રનની શાનદાર ઇનિંગ રમી હતી. ન્યૂઝીલેન્ડ તરફથી કોલિન મુનરોએ સૌથી 
 
વધારે 59 રન બનાવ્યા, જ્યારે કેપ્ટન કેન વિલિયમસને 51 રનની ઇનિંગ રમી, આ સિવાય રૉસ ટેલરે 54 રન બનાવ્યા હતાં. જેના કારણે ન્યૂઝીલેન્ડ 20 ઓવરનાં અંતે 203 રન બનાવી ચૂક્યુ છે અને ટીમ  
 
ઇન્ડિયાને જીતવા માટે 204 રનનો પહાડ જેવો ટાર્ગેટ આપ્યો હતો પણ તે પણ આજે નાનો હોય એવુ લાગ્યુ