શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , શનિવાર, 5 ઑક્ટોબર 2019 (14:32 IST)

લંડનમાં હાર્દિક પંડ્યાની સફળ સર્જરી, જાણો ક્યા સુધી ક્રિકેટથી રહેશે દૂર

ટીમ ઈંડિયાના સ્ટાર ઓલરાઉંડર હાર્દિક પંડ્યાની પીઠની નીચેના ભાગની લંડનમાં સર્જરી સફળ રહી છે. પંડ્યાએ ઈસ્ટાગ્રામ પર ફોટો શેયર કરતા તેની માહિતી આપી. તેમણે ફોટો શેયર કરતા લખ્યુ કે સર્જરી સફળ રહી. પ્રાર્થના માટે દરેકનો આભાર. તેમણે કહ્યુ કે તેઓ જલ્દી જ કમબેક કરશે. ત્યા સુધી તેમને યાદ કરતા રહો. 
 
 
તાજેતરમાં સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટી20 સીરીઝ માટે પંડ્યા ટીમનો ભાગ હતા પણ ટેસ્ટ સીરિઝ માટે તેમને ટીમમાં સામેલ નહોતા કરાયા.  આ દરમિયાન તેમનો આ જુનો દુ:ખાવો ફરીથી ઉભરાયો હતો. પીઠના નીચેનો ભાગમાં તેમણે આ ઘા ગયા વર્ષે સપ્ટેમ્બરમાં એશિયા કપ દરમિયાન થયો હતો. .  જો કે તેમનો આ દુખાવો ફરી ઉભો થતા પહેલા તેઓ આઈપીએલ અને વર્લ્ડ કપમાં પણ રમ્યા હતા 
 
સર્જરી પછી લાંબા સમય માટે પંડ્યા મેદાનથી દૂર રહી શકે છે. બાંગ્લાદેશના વિરુદ્ધ આવનારી ટી 20 સીરિઝમાં પણ તે મેદાન પર ન ઉતરી શક્યા. બાંગ્લાદેશ વિરુદ્ધ ટી 20 સીરીઝ 3 નવેમ્બરથી શરૂ થશે. ઈગ્લેંડમાં થયેલ વર્લ્ડકપ પછી તેમણે વેસ્ટઈંડિઝ પ્રવાસ પર પણ આરામ આપવામાં આવ્યો હતો.  તેઓ આ વર્ષની શરૂઆતમાં પણ આ દુખાવાને કારણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટી20 અને વનડે શ્રેણીમાંથી બહાર તહી ગયા હત. 25 વર્ષના પંડ્યાએ 11 ટેસ્ટ મેચ 54 વનડે અને 40 ટી20 સીરિઝ મેચ રમી છે અને તેઓ આગામી વર્ષે થનારા ટી20 વર્લ્ડ કપ માટે ટીમનો મહત્વનો ભાગ પણ છે.  દરેક લોકો તેમના જલ્દી ઠીક થઈને મેદાનમાં ઉતરવાની આશા કરી રહ્યા છે.