1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2017
Written By
Last Updated : મંગળવાર, 28 નવેમ્બર 2017 (17:35 IST)

મોક્ષદા એકાદશી - આટલા ઉપાયો કરશો તો ઘરમાં લક્ષ્મીનો જીવનભર વાસ રહેશે

જે દિવસે ગીતા ઉપદેશ ગોવિંદ ભગવાને અર્જુને આપ્યો એ દિવસ હતો માર્ગશીર્ષની શુક્લ પક્ષની અગિયારસ (મોક્ષદા એકાદશી) જેને આપણે શ્રી ગીતા જયંતીના નામથી ઓળખાય છે.  પુરાણોએ આ પવિત્ર દિવસને વિશેષ મહત્વ આપ્યુ જ્યારે ધર્મ રક્ષક ભગવાન શ્રી કૃષ્ણએ 700 શ્લોક અને 18 યોગના માધ્યમથી સમસ્ત શાસ્ત્ર જ્ઞાનને સારગર્ભિત શબ્દોમાં કહ્યો. 29 નવેમ્બર બુધવારે ગીતા જયંતી પર્વ અને મોક્ષદા એકાદશીનો શુભ યોગ બની રહ્યો છે. આ દિવસે કરવામાં આવેલ મોટા ફેરફાર બદલશે જીવન. 
 
- મનોકામના પૂર્તિ માટે ગીતા જયંતી(મોક્ષદા એકાદશી)થી શરૂ કરીને રોજ 21 દિવસ સુધી શ્રીકૃષ્ણ મંદિરમાં નારિયળ અને બદામ અર્પિત કરો.
 
- આર્થિક અભાવ ચાલી રહ્યો છે તો  29 નવેમ્બરની સવારે શ્રીરાધાકૃષ્ણ મંદિરમાં દર્શન માટે જાવ. યુગલ જોડી માટે ભેટ સ્વરૂપ પીળા રંગના ફૂલોની માળા લઈને જાવ. 
 
- ગૃહ ક્લેશથી મુક્તિ માટે શ્રી કૃષ્ણનો ગુલાબજળ અને કેસર મિક્સ કરીને અભિષેક કરો. 
 
- કેળાના બે ઝાડ લગાવડાવો, તેનાથી મળતા કેળાનુ દાન કરો પણ પોતે ન ખાશો. પેઢીઓ સુધી તમારા ઘર-પરિવારમાં લક્ષ્મીનો વાસ રહેશે. 
 
-શ્રીકૃષ્ણને પાનનુ પત્તુ ભેટ કરો. તેના પર લાલ કંકુથી શ્રી લખો. 30 નવેમ્બરની સવારે આ પત્તાને તિજોરીમાં મુકી દો. ધન કુબેરની કૃપા કાયમ રહેશે. 
 
- તુલસીના પાન નાખીને શ્રી કૃષ્ણને ખીરનો ભોગ લગાવો. દેવી લક્ષ્મીને પણ ખીરનો ભોગ લગાવો પણ તેમા તુલસી ન નાખો. શ્રી કૃષ્ણ અને દેવી લક્ષ્મીનો આશીર્વાદ પ્રાપ્ત થશે. 
 
- દક્ષિણાવર્તી શંખમાં જળ ભરીને શ્રી કૃષ્ણનો અભિષેક કરવાથી મા લક્ષ્મી દરેક કામનાને પૂરી કરે છે.  
 
- શ્રી કૃષ્ણ મંદિરમાં બેસીને તુલસીની માળા દ્વારા આ મંત્રનો જાપ કરો - હરે કૃષ્ણા હરે કૃષ્ણા કૃષ્ણા કૃષ્ણા હરે હરે... હરે રામ હરે રામ રામ રામ હરે હરે.. 
 
- બધા કષ્ટોથી મુક્તિ ઈચ્છતા હોય તો શ્રીકૃષ્ણને પીળા રંગની મીઠાઈ, ફળ, વસ્ત્ર વગેરેની ભેટ કરો. પછી આ સામાન ગરીબ લોકોમાં વહેંચી દો. 
 
- સાંજે દેવી તુલસી પર દીપ અર્પિત કરો. 
 
- આવક, પ્રમોશન કે ઈંક્રીમેંટમાં વધારો કરવા માટે ગીતા જયંતીથી શરૂ કરી 5 શુક્રવારે 7 કન્યાઓને ઘરે બોલાવીને ખીર કે સફેદ મીઠાઈ ખવડાવો.