રવિવાર, 28 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2016
Written By

મૂલાંક 2 - જાણો મૂલાંક પ્રમાણે કેવુ રહેશે તમારા માટે વર્ષ 2016

મૂલાંક 2ના જાતકોએ વર્ષ 2016માં થોડા સતર્ક રહેવુ જોઈએ.  અંકજયોતિષ રાશિફળ 2016 મુજબ આ વર્ષે જો વસ્તુઓ તમારા મનમુજબ ન થાય તો ગભરાવવાને બદલે ખુદને દ્રઢનિશ્ચયી બનાવવા પર જોર આપવો જોઈએ. બની શકે કે આ મુશ્કેલ સમયમાં તમે ખુદને એકલા અનુભવો. પણ સમય આવતા યોગ્ય વ્યક્તિ તમારી મદદ માટે જરૂર સામે આવશે. 
 
2016માં શુ નહી કરો.. 
 
આ વર્ષ દુશ્મને ન બનાવશો. જેટલુ બની શકે મિત્ર બનાવો. નવા મિત્ર અને પાર્ટનરશિપ તમારે માટે લાભકારી સાબિત થશે.  જીવનસાથી કે પ્રેમી સાથે લડાઈ વિશે તો વિચારશો જ નહી. આ વર્ષની નવી લડાઈ કે મનમોટાવનુ પરિણામ પરેશાની ઉભી કરી શકે છે. 
 
શુ કરશો વર્ષ 2016માં 
 
આ વર્ષે જેટલુ બની શકે નવા મિત્ર બનાવો. આ મિત્ર અને આ વર્ષે કરવામાં આવેલ પાર્ટનરશિપ તમને આવનારા સમયમાં ફાયદો કરશે.  સંબંધોને લઈને આ વર્ષે સજાગ રહેવાની જરૂર છે. આ વર્ષના લક્ષ્ય સુધી પહોંચવા માટે જરૂરી લય પ્રાપ્ત થઈ શકે છે. આ વર્ષે ચંદ્રમાં સાથે જોડાયેલ વસ્તુઓ જેવી કે ચાંદી ચોખા વગેરેનો ઉપયોગ તમારા માટે લાભકારી સાબિત થઈ શકે છે.