1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. અયોધ્યા રામ મંદિર
Written By
Last Modified: અયોધ્યા. , મંગળવાર, 16 જાન્યુઆરી 2024 (12:01 IST)

VIDEO: અયોધ્યામાં શ્રદ્ધાળુઓને ઠંડી નહી લાગે, નગર નિગમે કરી એવી વ્યવસ્થા કે જોઈને ખુશ થઈ જશો

outdoor heaters installed at several locations across Ayodhya
outdoor heaters installed at several locations across Ayodhya


-  ઠંડીથી લોકોને રાહત આપવા અયોધ્યા નગર નિગમની  વિશેષ વ્યવસ્થા
- ઈંફ્રારેડ આઉટડોર હીટર લગાવવામાં આવ્યુ

7 દિવસ સુધી ચાલશે પ્રાણ પ્રતિષ્ઠા અનુષ્ઠાન 
 
 રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારંભમાં થોડાક જ દિવસ બાકી છે. આખા દેશમાં આ સમારંભને લઈને ઉત્સાહનુ વાતાવરણ છે.  અયોધ્યામાં પણ આ સમારંભને લઈને જોર શોરથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. કારણ કે અહી દેશભરના તમામ જાણીતા લોકો પ્રભુ શ્રીરામના દર્શન માટે આવવાના છે.  આવામાં વધતી ઠંડી અને ઘટતા તાપમાનને જોતા અયોધ્યા નગર નિગમે વિશેષ વ્યવસ્થા કરી છે. 
 
અયોધ્યામાં શ્રદ્ધાળુઓને ઠંડીથી બચાવવા માટે કરવામાં આવ્યુ આ કામ 
ઘટતા તાપમાન વચ્ચે લોકોને ગરમ રહેવામાં મદદ કરવા માટે આખા અયોધ્યામાં અનેક સ્થાન પર ઈંફ્રારેડ આઉટડોર હીટર લગાવવામાં આવ્યુ છે.  આ હીટરોને કારણે લોકોને સાર્વજનિક સ્થાન પર પણ ઠંડી નહી લાગે અને તેઓ પોતાના રામલલ્લાના દર્શન આરામથી કરી શકશે. આ હીટર નગર નિગમ અયોધ્યા દ્વારા લગાવવામાં આવ્યુ છે. 

 
7 દિવસ સુધી ચાલશે પ્રાણ પ્રતિષ્ઠા અનુષ્ઠાન 
 
- 16 જાન્યુઆરી - આજથી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાના અનુષ્ઠાનની શરૂઆત થવા જઈ રહી છે. આચાર્ય પ્રાયશ્ચિત અને કર્મકૂટિ પૂજનવિધિ કરાવશે. 
- 17 જાન્યુઆરી - રામલલ્લાની પ્રતિમાને નગર ભ્રમણ પછી મંદિર પરિસરમાં પ્રવેશ કરશે. 
- 18 જાન્યુઆરી - રામલલ્લા પહેલીવાર ગર્ભગૃહમાં લાવવામાં આવશે અને આ દિવસથી પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ શરૂ થશે. 
- 18 જાન્યુઆરી: તીર્થપૂજન, જળ યાત્રા, જલાધિવાસ, અધિવાસ થશે.
 - 19 જાન્યુઆરી - સવારે ઔષધિવાસ, કેસરાધિવાસ, ઘૃતાધિવાસ થશે અને સાંજે ધાન્યધિવાસ થશે. 
 -  20 જાન્યુઆરી - સવારે શર્કરાધિવાસ, ફળાધિવાસ થશે તો સાંજે પુષ્પાધિવાસની વિધિ થશે. 
 - 21 જાન્યુઆરી - સવારે મઘ્યાધિવાસ તો સાંજે સૈય્યાધિવાસની વિધિ થશે. 
 - 21 જાન્યુઆરી - વિશેષ પૂજા અને હવન સાથે 125 કળશ સાથે રામલલાને સ્નાન કરાવવામાં આવશે. 
 - 22 જાન્યુઆરી - સવારે 10 વાગે સાંસ્કૃતિક એટલે માંગલિક કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ. ત્યારબાદ  -  22 જાન્યુઆરીના રોજ  બપોરે મૃગશિરા નક્ષત્રમાં રામલલ્લાની મૂર્તિ ગર્ભગૃહમાં સ્થાપિત થશે.