સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 23 એપ્રિલ 2019 (18:39 IST)

જ્યારે આ રીતે બે ગોરિલાઓએ રેન્જર્સ સાથે સેલ્ફી માટે પૉઝ આપ્યો

બે ગોરિલાઓએ એમને બાળપણમાં બચાવનાર રૅન્જર્સ સાથે સેલ્ફી માટે એકદમ શાંતિપૂર્ણ રીતે પૉઝ આપ્યો છે.
ડેમોક્રેટિક રિપબ્લિક કોંગોના વિરુંગા નેશનલ પાર્કમાં આ તસવીર લેવામા આવી છે.
શિકારીઓએ એમના માતાપિતાની હત્યા કરી દેતા આ બે ગોરિલાઓનો ઉછેર વિરુંગા નેશનલ પાર્કમાં થયો છે. વિરુંગા નેશનલ પાર્ક એ ગોરિલાઓનું અનાથાલય છે.
પાર્કના ડેપ્યુટી ડિરેક્ટરે બીબીસી ન્યૂઝડેને કહ્યું કે આ ગોરિલાઓને બચાવીને અહીં લઈ આવ્યા ત્યારથી તેમની સંભાળ રાખનારા લોકોના ચાળા પાડતા હવે તે શીખ્યા છે.
તેઓ ઉમેરે છે કે ગોરિલાઓ રેન્જરને તેમનાં માતાપિતા તરીકે જુએ છે.
વિરુંગા નેશનલ પાર્કના ડેપ્યુટી ડિરેક્ટર ઇનોસેન્ટ બુરાનુવે કહે છે કે આ ગોરિલાઓની માતાની 2007માં હત્યા કરી દેવાઈ હતી.
તે વખતે આ ગોરિલાઓની ઉંમર અનુક્રમે બે અને ચાર માસની હતી.
તેઓ મળી આવ્યા તે પછી તેમને વિરુંગાની સેન્કવેક્વે અભયારણ્યમાં ખસેડવામાં આવ્યા અને ત્યારથી તેઓ અહીં છે.
કેમકે, તેઓ રેન્જર સાથે ઉછરી રહ્યા છે એટલે તેઓ મનુષ્યોની નકલ કરે છે અને બે પગે ઊભા રહે છે. આ માણસના જેવું વર્તન શીખવાની તેમની કોશિશ છે એમ તેઓ ઉમેરે છે.
પણ આવું સામાન્યપણે બનતું નથી.
આ જોઈ મને ખૂબ આશ્ચર્ય થયું. આ ખૂબ રમૂજી છે. ગોરિલાઓ માણસની નકલ કરી એમની જેમ ઊભા રહે એ જોવું એ નવાઈ પમાડે છે.
જોકે, રેન્જર હોવું તે કાયમ આનંદ નથી હોતો. એ એક ખતરનાક કામગીરી છે.
પાંચ રેન્જરની ગત વર્ષે શંકાસ્પદ બળવાખોરો દ્વારા હત્યા કરી દેવાઈ હતી. અત્યારસુધીમાં વિરુંગા નેશનલ પાર્કમાં 130 રેન્જર્સની હત્યા કરી દેવાઈ છે.
ડીઆર કોંગોનો પૂર્વીય વિસ્તારમાં સરકાર અને વિવિધ હથિયારધારી સમૂહો વચ્ચે સતત સંઘર્ષ ચાલે છે.
એમાંનાં કેટલાંક હથિયારધારી સમૂહો આ પાર્ક વિસ્તારમાં છે જેઓ પ્રાણીઓનો શિકાર કરે છે.