સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2019
Written By
Last Updated : મંગળવાર, 23 એપ્રિલ 2019 (18:32 IST)

Live -લોકસભા ચૂંટણી : ગુજરાતમાં અત્યાર સુધી કુલ 58.95 ટકા મતદાન

કચ્છમાં અત્યાર સુધીમાં સૌથી ઓછું મતદાન

  • ગુજરાતમાં અત્યાર સુધીના પ્રાપ્ત આંકડા પ્રમાણે 58.81 ટકા મતદાન થયું છે.
  • બારડોલી બેઠક પર અત્યાર સુધીનું સૌથી વધારે મતદાન 68.99 ટકા નોંધાયું છે.
  • જ્યારે સૌથી ઓછું મતદાન કચ્છ બેઠક પર 51 ટકા નોંધાયું છે.
 
બારડોલીમાં સૌથી વધુ 68.99 ટકા મતદાન
અમરેલીમાં સૌથી ઓછું 51.48 ટકા મતદાન
દેશનાં અત્યાર સુધી 61.59 ટકા મતદાન
અરુણ જેટલીએ અમદાવાદમાં, મનમોહન સિંઘે આસામમાં મતદાન કર્યું
પશ્ચિમ બંગાળમાં મતદાન સમયે હિંસા, એકનું મોત

ગુજરાતમાં મતદાન દરમિયાન સવારથી અત્યાર સુધી શું થયું?
વડા પ્રધાન નરેન્દ્ર મોદી મતદાન કરતાં પહેલાં ગાંધીનગર સ્થિત ઘરે તેમનાં માતા હીરાબાની મુલાકાત લેવા પહોંચ્યા હતા.
ભાજપ અધ્યક્ષ અમિત શાહે પરિવાર સાથે મતદાન કર્યું હતું.
પ્રારંભિક તબક્કાથી ગ્રામ્ય વિસ્તારની બેઠકો પર મતદાનની ટકાવારી તુલનામાં સારી નોંધાઈ હતી.
શહેરોમાં અને વિશેષ કરીને અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ બેઠક પર મતદાનની ટકાવારી ઓછી નોંધાઈ હતી.
બપોરે 2 વાગ્યા બાદ મતદાનના પ્રમાણમાં ઘટાડો જોવા મળ્યો હતો.
પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં રાજકીય પક્ષોના સમર્થકો વચ્ચે અથડામણની ઘટનાઓ નોંધાઈ હતી.
રાહુલ ગાંધી વિરુદ્ધ એનડીએના ઉમેદવારે ચૂંટણીપંચને આચારસંહિતા ભંગની ફરિયાદ કરી હતી.
ગીરના જંગલમાં એકમાત્ર મતદાર માટે અલાયદું મતદાનમથક ઊભું કરાયું હતું, જ્યાં 100 ટકા મતદાન નોંધાયું હતું.
મતદાન વચ્ચે અભિનેતા સની દેઓલ ભાજપમાં જોડાયા હતા.

 
ગુજરાતમાં અત્યાર સુધી કુલ 50.32 ટકા મતદાન
બારડોલીમાં સૌથી વધુ 58.56 ટકા મતદાન
પોરબંદરમાં સૌથી ઓછું 42.09 ટકા મતદાન
દેશનાં અન્ય રાજ્યોમાં અત્યાર સુધી 51.34 ટકા મતદાન
અરુણ જેટલીએ અમદાવાદમાં, મનમોહન સિંઘે આસામમાં મતદાન કર્યું
પશ્ચિમ બંગાળમાં મતદાન સમયે હિંસા, એકનું મોત

છોટા ઉદેપુર બેઠક પર અત્યાર સુધીમાં સૌથી વધારે મતદાન

  • ગુજરાતમાં અત્યાર સુધીના પ્રાપ્ત આંકડા પ્રમાણે 53.14ટકા મતદાન થયું છે.
  • છોટા ઉદેપુર બેઠક પર અત્યાર સુધીનું સૌથી વધારે મતદાન 62.97 ટકા નોંધાયું છે.
  • જ્યારે સૌથી ઓછું મતદાન પોરબંદર બેઠક પર 43.02 ટકા નોંધાયું છે.

મહેસાણામાં ગરમીના કારણે બપોરે મતદાન ઘટ્યું

SMS Message: મહેસાણામાં મતદાન ઘટવા પાછળ ગરમી અને પક્ષપલટુ નેતાઓ કારણભૂત રહ્યાં. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હોમ પીચ ગણાતા મહેસાણામાં લોકો મતદાન પ્રત્યે ઉદાસીન દેખાયા હતા. વડનગરમાં સવારથી મતદાન શરૂ થયું હતું પરંતુ અહીં દિવસમાં એક જ વખત પાણી આવે છે, એટલે પાણી આવવાના સમયે લોકો મતદાન કરવાનું છોડીને પાણી ભરવા જતા રહ્યા હતા. જેના કારણે અચાનક મતદાન ઓછું થયું હતું. વિસનગરમાં પટેલ મતદારોમાં ભારે ઉદાસીનતા જોવા મળી. સવાલા અને કંસારાકુઈ ગામમાં પણ ભારે નારાજગી જોવા મળી. from ભાર્ગવ પરીખ, સહયોગી સંવાદદાતા, બીબીસી ગુજરાતી