શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2019
Written By
Last Modified: મંગળવાર, 23 એપ્રિલ 2019 (14:54 IST)

ગુજરાતમાં બપોર સુધી ક્યાં કેટલું મતદાન થયું જાણો 26 સીટોનો ચીતાર

આજે મંગળવારે તા.23મીનાં રોજ લોકસભાની 26 બેઠકો માટેની ચૂંટણીનાં ત્રીજા તબક્કાનું મતદાન સવારે સાતના ટકોરે શરૂ થયું છે. એ ઉપરાંત ગુજરાત વિધાનસભા ચાર બેઠકોની પેટાચૂંટણીનું પણ મતદાન આજે જ થઈ રહ્યું છે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કરવા માટે ખુલ્લી જીપમાં પહોંચ્યા હતા. તેમનો કાફલો આગળ રોકાવીને વડાપ્રધાનના સત્તાવાર વાહનને બદલે તેઓ ખુલ્લી જીપમાં રાણીપમાં મતદાન મથક સુધી આવ્યા હતા.  ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે નારણપુરામાં પરિવાર સાથે મતદાન કર્યું હતું. પ્રથમ બે કલાકમાં સરેરાશ 13 ટકા મતદાન થયો હોવાનો અંદાજ છે. અમિત શાહ નારણપુરામાં મતદાન માટે પહોંચ્યા ત્યારે ભાજપના કાર્યકરો અને સમર્થકોએ તેમને અભિવાદન કર્યું હતું. શાહે મતદાન બાદ ગુજરાત તેમજ દેશના મતદારોને પોતાની ફરજ નિભાવવા અપીલ કરી હતી
દરમિયાન લોકસભા ચૂંટણીમાં પ્રારંભિક એક કલાકમાં અમદાવાદ સહિત મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત સહિત કેટલાક સ્થળોએ ઈવીએમ ખોટકાયા હોવાની ફરિયાદો મળી હતી. ઈવીએમ ખોટકાતા મતદાનમાં વિલંબ થયો હતો અને મતદાન મથકો બહાર કતારો લાગી ગઈ હતી. બીજીતરફ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્ની અંજલીબેન સાથે રાજકોયના રૈયા રોડ ખાતે મતદાન કેન્દ્રમાં મતદાન કર્યું હતું. મુખ્યમંત્રીએ લોકોને લોકશાહી પર્વ પર પોતાની ફરજનો ઉપયોગ કરવા આહ્વાન કર્યું હતું. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, નાણામંત્રી અરૂણ જેટલી, માજી નાયબ વડાપ્રધાન લાલ કૃષ્ણ અડવાણી, અમિત શાહ, ગુજરાત ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન જેવા નેતાઓ ગાંધીનગર લોકસભાની મતદાર યાદીમાં નામ ધરાવે છે. એટલે આ તમામ નેતાઓ આજે મતદાન કરશે. ગુજરાતમાં 4.51 કરોડ મતદારોમાંથી આશરે 10 લાખ વોટર્સ એવા છે જેઓ પહેલીવાર વોટ આપશે. જ્યારે 7.38 લાખ મતદારોની ઉમર 80 વર્ષ કરતા વધારે છે.  
1) કચ્છ (SC) 24.36%

(2)બનાસકાંઠા  29.73%

(3)પાટણ 25.06%

(4)મહેસાણા 27.35%

(5)સાબરકાંઠા 27.93%

(6)ગાંધીનગર 24.21%

(7)અમદાવાદ (પૂર્વ) 19.12%

(8)અમદાવાદ (પશ્ચિમ-SC) 20.10%

(9)સુરેન્દ્રનગર 22.18%

(10)રાજકોટ 26.55%

(11)પોરબંદર 20.54%

(12)જામનગર 22.14%

(13)જૂનાગઢ 23.17%

(14)અમરેલી 25.35%

(15)ભાવનગર 25.02%

(16)આણંદ 26.93%

(17)ખેડા 25.44%

(18)પંચમહાલ 24.31%

(19)દાહોદ (ST) 31.31%

(20)વડોદરા 24.31%

(21)છોટા ઉદેપુર (ST) 26%

(22)ભરૂચ 25.03%

(23)બારડોલી (ST) 28.46%

(24)સુરત 23.38%

(25)નવસારી 24.28%

(26)વલસાડ (ST) 25.32%