સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: બુધવાર, 25 ડિસેમ્બર 2019 (12:53 IST)

CAA : નાગરિકતા કાયદાને યોગ્ય ઠેરવતાં નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીને ટાંક્યા પણ હકીકત શું છે?

નાગરિકતા સંશોધન કાયદા (સીએએ) બાબતે દેશભરમાં ચાલી રહેલાં વિરોધપ્રદર્શનની વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે દિલ્હીના રામલીલા મેદાનમાંની તેમની જાહેરસભામાં આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. પોતાના લગભગ દોઢ કલાક લાંબા ભાષણમાં વડા પ્રધાને મહાત્મા ગાંધીના એક નિવેદનનો ઉલ્લેખ કર્યો હતો. એ બાબતે વ્યાપક ચર્ચા થઈ રહી છે.
 
વડા પ્રધાને કહ્યું હતું, "પાકિસ્તાનમાં રહેતા હિંદુ અને શીખ સાથીઓને જ્યારે એવું લાગે કે તેમણે ભારત આવવું જોઈએ ત્યારે તેમનું સ્વાગત છે, એવું મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું. આ હું નથી કહેતો, પૂજ્ય મહાત્મા ગાંધી કહી રહ્યા છે. આ કાયદો એ સમયની સરકારના વચન અનુસારનો છે."
 
એનએએમાં એક ખાસ ધર્મના લોકોની અવગણના કરવાનો આક્ષેપ સરકાર પર કરવામાં આવી રહ્યો છે અને તેનો દેશભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા બિનમુસ્લિમ સમુદાયના શરણાર્થીઓને ભારતનું નાગરિકત્વ આપવાની જોગવાઈ આ કાયદામાં કરવામાં આવી છે.
 
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉક્ત નિવેદનનો ઉલ્લેખ કરીને વિરોધ પક્ષ તથા દેશને એવું કહી રહ્યા હતા કે મહાત્મા ગાંધી આઝાદીના સમયથી આવું ઇચ્છતા હતા. વડા પ્રધાનના આ દાવાની સચ્ચાઈ ચકાસવા માટે બીબીસીએ મહાત્મા ગાંધીના લેખો, ભાષણો, પત્રો વગેરેને ફંફોસવાનું શરૂ કર્યું હતું. વડાપ્રધાને જે નિવેદનનો ઉલ્લેખ કર્યો હતો એ નિવેદન અમને 'કલેક્ટેડ વર્ક ઑફ મહાત્મા ગાંધી' પુસ્તક શ્રેણીના 89મા ભાગમાંથી મળી આવ્યું હતું.
 
ઝારખંડ ચૂંટણી પરિણામ : ભાજપને રાષ્ટ્રીય મુદ્દાઓ નડ્યા?
 
26 સપ્ટેમ્બર, 1947 એટલે કે આઝાદી મળ્યાના લગભગ એક મહિના પછી યોજાયેલી પ્રાર્થનાસભામાં મહાત્મા ગાંધીએ આ વાત કહી હતી, પણ ઇતિહાસના જાણકારો અને ગાંધી ફિલસૂફીને સમજતા વિદ્વાનો એ નિવેદનના સંદર્ભ તથા વર્તમાન સમયમાં તેની પ્રાસંગિકતા બાબતે સવાલ ઉઠાવી રહ્યા છે. વાસ્તવમાં લાહોરના રહેવાસી પંડિત ઠાકુર ગુરુદત્ત નામના એક ભાઈએ મહાત્મા ગાંધીને જણાવ્યું હતું કે તેમને લાહોર છોડવાની ધરાર ફરજ પાડવામાં આવી હતી. દરેક વ્યક્તિએ તેના જીવનના અંત સુધી જન્મસ્થાન પર જ રહેવું જોઈએ એવી ગાંધીજીની વાતથી ઠાકુર ગુરુદત્ત બહુ પ્રભાવિત હતા, પણ એમ કરવા ઇચ્છતા હોવા છતાં એવું કરી શકતા ન હતા.
 
આ સંબંધે મહાત્મા ગાંધીએ તેમની 26 સપ્ટેમ્બર, 1947ની પ્રાર્થનાસભામાં કહ્યું હતું, "આજે ગુરુદત્ત મારી પાસે આવ્યા હતા. તેઓ એક મોટા વૈદ્ય છે. તેઓ તેમની વાત કહેતાં રડી પડ્યા હતા." 
 
"તેઓ મારો આદર કરે છે અને મેં જે વાતો કહી છે તેનો પોતાના જીવનમાં અમલ કરવાના તમામ શક્ય પ્રયાસ કરે છે, પણ ક્યારેક મારી કહેલી વાતોનું હકીકતમાં પાલન કરવાનું બહુ મુશ્કેલ હોય છે."
 
"તમારી સાથે પાકિસ્તાનમાં ન્યાય નથી થઈ રહ્યો એવું તમને લાગતું હોય અને પાકિસ્તાન તેની ભૂલ સ્વીકારતું ન હોય તો અમારી પાસે અમારું પોતાનું પ્રધાનમંડળ છે, જેમાં જવાહરલાલ નહેરુ અને પટેલ જેવા સારા લોકો છે."
 
"બન્ને દેશોએ આપસમાં સમજૂતી કરવી પડશે. એવું શા માટે ન થઈ શકે? આપણે હિંદુ અને મુસલમાન હજુ ગઈકાલ સુધી દોસ્ત હતા."
 
"આપણે એવા દુશ્મન બની ગયા છીએ કે એકમેકનો ભરોસો ન કરી શકીએ?"
 
"તમે એમ કહેતા હો કે તમે તેમનો ભરોસો નથી કરતા તો બન્ને પક્ષે હંમેશા લડતાં રહેવું પડશે."
 
"બન્ને પક્ષ વચ્ચે કોઈ સમજૂતી નહીં થાય તો કોઈ વિકલ્પ બાકી નહીં રહે. આપણે ન્યાયનો માર્ગ પસંદ કરવો જોઈએ."
 
ઇસ્લામિક દેશોના સંગઠન OIC એ કહ્યું, ભારતમાં મુસલમાનોની સુરક્ષા સુનિશ્ચિત કરો "ન્યાયના રસ્તે ચાલતાં તમામ હિંદુ અને મુસલમાનો મરી જાય તો પણ મને ચિંતા નહીં થાય."
 
"ભારતમાં રહેતા સાડા ચાર કરોડ મુસલમાનો ગુપ્ત રીતે દેશ વિરુદ્ધ કામ કરે છે એવું સાબિત થઈ જાય તો તેમને ગોળી મારી દેવી જોઈએ એવું કહેતાં મને જરા પણ સંકોચ થતો નથી."
 
"બરાબર આવી જ રીતે પાકિસ્તાનમાં રહેતા શીખ અને હિંદુઓ આવું કરતા હોય તો તેમની સાથે પણ આવું જ થવું જોઈએ. આપણે પક્ષપાત ન કરી શકીએ."
 
"આપણે આપણા મુસલમાનોને આપણા નહીં ગણીએ તો પાકિસ્તાન હિંદુ અને શીખોને પોતાના ગણશે? એવું નહીં થાય."
 
"પાકિસ્તાનમાં રહેતા હિંદુ-શીખ ત્યાં રહેવા ઇચ્છતા ન હોય તો પાછા આવી શકે છે."
 
"એ સ્થિતિમાં તેમને રોજગાર મળે અને તેમનું જીવન આરામદાયક હોય એ ભારત સરકારની પહેલી જવાબદારી રહેશે, પણ તેઓ પાકિસ્તાનમાં રહીને ભારત માટે જાસૂસી કરે અને આપણા માટે કામ કરે એવું ન થઈ શકે."
 
"આવું ક્યારેય થવું ન જોઈએ અને હું આવું કરવાનો સખત વિરોધી છું."
 
આ પહેલાં 8 ઑગસ્ટ, 1947ના દિવસે મહાત્મા ગાંધીએ 'ભારત અને ભારતીયતા' વિશે જે કહ્યું હતું એ સૌથી વધુ ઉલ્લેખનીય છેઃ "સ્વતંત્ર ભારત હિંદુરાજ નહીં, ભારતીય રાજ હશે, જે કોઈ ધર્મ, સંપ્રદાય કે વર્ગવિશેષની બહુલતા પર આધારિત નહીં હોય."
 
દિલ્હી પી.સી.સી.ના અધ્યક્ષ આસિફ અલીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) સંબંધે મહાત્મા ગાંધીને એક પત્ર લખ્યો હતો.