મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. ભવિષ્ય વાણી
Written By
Last Updated : બુધવાર, 13 ડિસેમ્બર 2017 (16:23 IST)

Libra-જાણો કેવા હોય છે તુલા રાશિના લોકો

તુલા - શા‍રીરિક બાંધો
તુલા રાશિની વ્‍યક્તિનો હાથ ત્રિકોણ અને કલાત્‍મક હોય છે. હથેળીની પહોળાઇ ઓછી અને આંગળીઓની લંબાઇ વધુ હોય છે. તેમની પીઠ, ગળા, ખભા કે ગાલ પર તલનું નિશાન હોય છે.
 
તુલા - વ્યવસાય
તુલા રાશીની વ્‍યક્તિ સારા વેપારી હોય છે. વ્‍યવસાયમાં તેઓ સારી સફળતા મેળવે છે. તેઓ ને લોખંડ, શરાબ, તંબાકુ, પાન, સોનું વગેરેમાં સારો લાભ મળે છે. તેઓ ભઠ્ઠીનાં કામમાં પણ સફળતા મેળવી શકે છે. અગરબત્તી, અત્તરમાં પણ સારો લાભ મળે છે. તેમને લગભગ બધાજ કામમાં લોકોનું સમર્થન મળી રહે છે.
 
 તુલા - આર્થિક પક્ષ
"તુલા રાશિની વ્‍યક્તિ કોઇ પણ વ્‍યવસાયનો આરંભ કરે તેમાં તેઓ મહેનત દ્વારા થોડા સમયમાં ધન અને માન સન્‍માન મેળવે છે. તેઓ ખર્ચાળ અને વિદેશોમાં ફરવા વાળા હોય છે. આર્થિક રીતે તેઓની જીવન સારૂ હોય છે. ઘનની ક્યારેય કમી રહેતી નથી. "
 
 
તુલા - ચરિત્રની વિશેષતા
તુલા રાશીના ચરિત્રના મુખ્‍ય લક્ષણો - સર્વને ખુશ રાખવાની ઇચ્‍છા, અન્‍ય પર નિર્ભય, અસ્‍િથર મન, અનિર્ણાયક, પોતાને અથવા ભાગીદારને વધારે મહત્‍વ આપવું, પોતાની ખૂબીઓ વિશે અજાણ. ચરિત્ર વિકાસના લક્ષણો - માનવીય મૂલ્યોની અનુભૂતિ, શારીરિક અને આત્‍િમક જીવન વચ્‍ચે સંતુલનના પ્રયાસ કરવા, સર્વ ક્ષેત્રો તરફ સંયમ રાખવો. અંતઃ કરણના લક્ષણ - વ્‍યક્તિત્‍વ અને આત્‍િમક જીવન વચ્‍ચે સમતુલા જાળવવી, ભૌ‍તિક ઇચ્‍છાઓ અને બૌદ્ધિક આધ્‍યાત્‍િમક પ્રેમની વચ્‍ચે સમન્‍વય કરવો. બુદ્ધિના ઉપયોગ દ્વારા જવાબદારી નિભાવવી. ઉચ્‍ચતર આત્‍માકા ભાગીદાર થવું, આકર્ષણના નિયમને સમજવું, ખુદને બૃહદ સંપૂર્ણતાનો હિસ્‍સો સમજવું.
 
તુલા - આજીવિકા અને ભાગ્ય
તુલા રાશીની વ્‍યક્તિને ક્યા ક્ષેત્રમાં સફળતા મળશે તે જન્‍મ કુંડળી જોયા પછી જાણવા મળે. પરંતુ તેઓ કૂટનીતિજ્ઞ, વકીલ, સંગીતજ્ઞ, તંત્રી, સુગંધી પદાર્થના નિર્માણકર્તા, અભિનેતાનાં રૂપમાં સફળતા મેળવી શકે છે. તેઓ ન્‍યાયાધીશ, રાજકારણી, પ્રાધ્યાપક, કલાકાર અને વ્યાપારી હોય છે. તુલા રાશીની વ્‍યક્તિ સાહિત્‍ય, સંગીત, નૃત્‍ય, દરજીકામ, રમકડાં બનાવનાર, ચિત્રકાર વગેરેમાં કુશળ હોય છે. તેઓ ઉચ્ચ કક્ષાના વકીલ અને ડોક્ટર પણ હોય છે. તેમનો ભાગ્યોદય તેમના જીવનનાં મધ્યકાળમાં થાય છે. તુલા રાશીની વ્‍યક્તિ પોતાના જીવનનાં પ થી ૨૦ વર્ષ સુધી તેઓ રમતગમતમાં વિતાવે છે. ૨૧ થી ૩૦ વર્ષ સુધી તેઓ મુશ્કેલીઓનો સામનો કરે છે. ત્‍યાર બાદ જીવનનો અંતિમ તબક્કો સારો રહે છે.
 
તુલા - ભાગ્યશાળી રંગ
તુલા રાશીની વ્‍યક્તિ માટે સફેદ, આછો આસમાની રંગ ભાગ્યશાળી છે. આ રંગના વસ્‍ત્ર પહેરવાથી માનસ‍િક શાંતિ મળે છે. ખીસ્‍સામાં હંમેશા સફેદ રંગનો રૂમાલ રાખવાથી લાભ થાય છે. પોતાના વસ્‍ત્રમાં સફેદ, આછો આસમાની, ભૂરો કે ક્રીમ રંગને કોઇ પણ સ્‍વરૂપમાં ચોક્કસ પસંદ કરવો જોઇએ.
 

 તુલા - પ્રેમ સંબંધ
તુલા રાશીની વ્‍યક્તિને દયાળુ, બુદ્ધિશાળી અને સવાધાન વ્‍યક્તિ સાથે પ્રેમ થાય છે. તેમનું પંચમ પ્રેમનું સ્‍થાન કુંભથી પ્રભાવિત હોય છે માટે તેઓ અણધારી ઘટનાઓ અને અનુભવને સહન કરી લે છે. તેમને હંમેશા મોજ શોખમાં રહેવું પસંદ છે. રોમાંસમાં તેઓને પૂર્ણતાનાં ઉપાસક છે. તુલા રાશીનો પ્રેમ પ્રથમ બૌદ્ધિક આધારથી અને બાદમાં શારીરિક ચેતના દ્વારા આવે છે. તેઓ પ્રેમને ગંભીર સ્‍વરૂપ આપે છે. તેઓ નિમ્ન કક્ષાના લોકો સાથે પ્રેમ કરી શકતા નથી, અસાધારણ લોકો પ્રત્યે આકર્ષાય છે. પ્રેમના અભાવમાં તેમને જીવન સારૂ નથી લાગતું. તેમનામાં વૈભવની લાલસા હોય છે. વિજાતીય સંબંધ - તુલા રાશી રોમાંટિક હોય છે. પુરૂષને સ્‍ત્રી પ્રત્‍યે વિશેષ પ્રેમ હોવા છતાં ચરિત્રહીન નથી બનતા. વૃશ્ચિક સાથે પ્રેમમાં ઇર્ષા અને શંકા હોય છે. સિંહ સાથે સ્‍ફૂર્તિલો, નાટકીય હોય છે. ધન સાથે ઉચ્ચ ઉદ્દેશ્ય, અને દાર્શનિક પ્રકૃતિનો હોય છે. તેઓ એક વખત એક કરતા વધારે વ્‍યકિતને પ્રેમ કરી શકતા નથી.
 
તુલા - મિત્રતા
મિથુન, કન્‍યા, મકર અને કુંભ રાશી સાથે સારી મિત્રતા રહે છે. ઘન સાથે સંબંધ સરળ રહે છે. મેષ સાથે વિરોધ રહે છે. કર્ક અને સિંહ સાથે શત્રુતા થાય છે. વૃશ્ચિક, મીન, કન્‍યા અને વૃષભ સાથે સંબંધ ઉદાસ રહે છે. તુલાને તુલા સાથે સંબંધ શ્રેષ્‍ઠ રહે છે.
 
તુલા - પસંદ
તુલા રાશીની વ્‍યક્તિ વાહનો પ્રત્‍યે દિવાના હોય છે. કિંમતી છોડવા, પર્વતારોહણ, જંગલોમાં ફરવું, રજા મનાવવી, નૃત્ય, રમત વગેરેનો શોખ હોય છે.
 
તુલા - લગ્ન અને દાંપત્ય જીવન
તુલા રાશીની સ્‍ત્રીને પતિ અને પુરૂષને પત્‍ની ભાગ્યશાળી મળે છે. સ્‍ત્રીના ચિંધ્યા માર્ગે ચાલવાથી તેમનું જીવન ધન્‍ય થાય છે. સ્‍વપ્ન વધારે આવે છે. એક સંતાન ભાગ્યશાળી હોય છે. તેમના સ્‍વભાવ અને વિચારોને સમજી શકે તેવા જીવનસાથીની તેમને જરૂરત હોય છે. તેઓ પોતાના જીવનસાથીને સુધારવાનો પ્રયત્‍ન કરે છે. તુલા રાશીને એક કરતા વધારે લગ્‍ન અને વિયોગની શક્યતા રહે છે. મિથુન અને કુંભ સાથે વધારે અને સિંહ સાથે ઓછું બને છે. સામાજીક બંધનોના કારણે પ્રેમમાં અસફળતા રહે છે. તેમનો સ્‍વામી શુક્ર છે. તેઓ સહયોગ, પ્રેમ, વિવાહ, ભાગીદારી, તથા જીવનનાં દરેક ક્ષેત્રમાં સમાન ‍દ્રષ્‍િટકોણ રાખવા પ્રયાસ કરે છે. તેમના સાથી ઓછા હોય છે.
 
તુલા - સ્‍વભાવની ખામી
તુલા રાશીની વ્‍યક્તિને ક્યારેક નિંદાના શિકાર બનવું પડે છે. બીજાની સામે પોતાને નાના સમજે છે. તુલા રાશીને ન્‍યાય, સ્‍વતંત્રતા, જનાધિકાર, સમરસતા અને સૌંદર્ય સાથે લગાવ હોય છે, આ કારણે તેઓને નિરાશાનો સામનો કરવો પડે છે. તેઓ ચિંતા મગ્ન રહે છે. તુલા રાશીમાં જન્‍મેલા લોકો વિદ્વાન, વકીલ અને ધાર્મિક ક્ષેત્રના આગેવાનો સાથે શત્રુતા રાખે છે. તેઓ પોતાના માટે સ્‍વયં મુશ્કેલી ઊભી કરે છે. અને પોતાના મૃત્‍યુનું કારણ પણ ખુદ બને છે. ઉપાય- તેમની નિરાશાનો ઉપાય નથી. ખોટો સંગાથ તેમને વધારે નુકશાન પહોંચાડે છે. તકલીફના સમયે રામરક્ષા, રામભજન અથવા સત્‍સંગ કરવો. માણેક અથવા હીરામાંથી કોઇ રત્‍ન એક ધારણ કરવો. શંકર, હનુમાન, માતાજી, દત્ત અથવા કુળ દેવતાની ઉપાસના કરવી જોઇએ. રોજ મંદિરમાં દર્શન કરવા જવું જોઇએ. તુલા રાશી માટે સફેદ વસ્‍તુનું દાન અને શુક્રવારનું વ્રત ફળદાયક રહે છે. ચોખા, સાકર, દૂધ, સફેદ વસ્‍ત્ર, સફેદ ફુલ, અત્તર, દહીં, સફેદ ચંદન વગેરેનું દાન કરવાથી શુભ ફળ મળે છે. ૐ દ્રાં દ્રીં દ્રૌં સઃ શુક્રાય નમઃ - આ મંત્રનાં ૧૬૦૦ જાપ કરવાથી મનોકામના પૂરી થાય છે. જલ્‍દી સફળતા માટે ૬૪૦૦ વખત જાપ કરવા જોઇએ.
 
સેક્સલાઈફ- સેક્સની બાબત કરીએ તો એક One-man-woman person હોય છે. તે પાર્ટનર સાથે જ સેક્સ કરે છે. 
 

તુલા - ભાગ્યશાળી રત્ન
તુલા રાશીની વ્‍યક્તિ માટે ભાગ્યશાળી હીરો છે. માટે તેમણે શુક્ર ખરાબ હોય તો હીરો પહેરવો જોઇએ. શુક્રવારે ચાંદી કે પ્લેટીનમની વીટીમાં ૧ રત્તીના હીરાને મઢાવીને શુક્રનું ધ્‍યાન ધરીને મધ્‍યમાં આંગળીમાં પહેરવું જોઇએ. પશ્ચિમની પદ્ધતિ પ્રમાણે તુલા રાશી માટે નીલમ, ફિરોજા અને દૂધિયા સારૂ ફળ આપે છે.
 
તુલા - વ્‍યક્તિત્વ
"તુલા રાશિની દરેક વ્‍યક્તિનો સ્‍વભાવ ત્રાજવા સમાન સંતુલીત નથી. તેઓ યોગ્ય સમય અને સ્‍થાનની પ્રતિક્ષા કરે છે. પરંતુ સર્વનો સ્‍વભાવ આવો નથી. શુક્ર ગ્રહ સાથે સંબંધ ધરાવતી આ રાશિ સૌંદર્ય, વૈભવ, પ્રેમ, નિરાશા અને પશુતત્વના હોય છે. તેનાથી તેમના જીવનમાં અચાનક પરિવર્તન આવે છે. તેમની જીવન નૌકા ઉપર નીચે રહ્યાં કરે છે. આ રાશિમાં શનિ ને ઉચ્ચનો તથા સૂર્યને નીચનો માનવામાં આવે છે. શનિના રહેવાથી અધિકાર મળે છે. સૂર્યના રહેવાથી કુટુંબના ઝગડા રહે છે. શહેરમાં ભાગ્યોદય થાય છે પરંતુ શહેરની વચ્‍ચે રહેવું જોઇએ નહીં. તેઓમાં માનવતાવાદી, સંસ્‍કૃતિ પ્રત્‍યે લગાવ તથા માનવીય નબળાઇ હોય છે. તેઓ જરૂરતથી વધારે સરળ અને કઠોર પણ રહે છે. તેઓ બીજાની સમસ્‍યાનો યોગ્‍ય નિકાલ લાવે છે પરંતુ પોતાની સમસ્‍યાનું સમાધાન કરવામાં અસફળ રહે છે. તેઓ કાર્યકુશળ હોય છે વ્‍યવહારૂ નહીં. સિદ્ધાંતો માટે ઇચ્‍છાનું બલીદાન આપે છે. તેમને આત્‍મ પ્રશંસા ગમે છે. તેના પુરૂષોને એ ભય સતાવે છે કે તેઓ માં પુરૂષત્‍વની કમી છે. અને સ્‍ત્રીઓમાં અનાકર્ષણનો અભાવની લાગણી ચિંતા ઉપજાવે છે. તુલા રાશિની વ્યક્તિને પોતાની માનસિક શક્તિઓ પર દ્રઢ વિશ્વાસ હોય છે. તેઓ ઇર્ષાની ચિંતા કરતા નથી. તેઓ સંગીત પ્રેમી હોય છે. પ્રેમ તેમના જીવનનું આવશ્યક અંગ છે. તેઓ એક સાથે પ્રેમ અને નફરત કરી શકે છે. તેમનું જીવન વિરોધાભાસી હોય છે. મુશ્કેલીના સમયમાં પણ ન્‍યાયથી કામ કરે છે. તેમને શત્રુઓનો ભય લાગતો નથી. તેઓ પોતાના કાર્યમાં કુશળ હોય છે. તેઓ એવું કામ કરીને જાય છે કે, મૃત્યું બાદ પણ તેમને યાદ કરવામાં આવે છે."
 
તુલા - શિક્ષણ
તુલા રાશીની વ્‍યક્તિને સાહિત્‍ય, સંગીત, નૃત્‍ય, દરજીકામ, ચિત્રકામ, વકીલાત, મેડીકલ, વગેરે વિષયોમાં શિક્ષણ મેળવી શકે છે.
 
 તુલા - સ્‍વાસ્‍થ્ય
તુલા રાશીની વ્‍યક્તિ સ્‍વસ્‍થ રહે છે. પરંતુ ગોચરમાં શુક્ર કે અન્‍ય સૂર્ય જેવા અન્‍ય ગ્રહ નબળા થતાં વીર્ય વિકાર, આંખનાં રોગ, મૂત્ર રોગ, પાંડુ, ગુપ્ત રોગ, વીર્યની ઉણપ, સંભોયમાં અક્ષમતા, સ્‍નાયુની નબળાઇ, સ્‍ત્રી રોગ, ડાયાબીટીસ, ‍શીઘ્રસ્‍ખલન, સ્‍વપ્નદોષ, વાયુ વિકાર, ધાતુ ક્ષય, કફ, વગેરે રોગ થઇ શકે છે.
 
 તુલા - સ્‍વાસ્‍થ્ય
તુલા રાશીની વ્‍યક્તિ સ્‍વસ્‍થ રહે છે. પરંતુ ગોચરમાં શુક્ર કે અન્‍ય સૂર્ય જેવા અન્‍ય ગ્રહ નબળા થતાં વીર્ય વિકાર, આંખનાં રોગ, મૂત્ર રોગ, પાંડુ, ગુપ્ત રોગ, વીર્યની ઉણપ, સંભોયમાં અક્ષમતા, સ્‍નાયુની નબળાઇ, સ્‍ત્રી રોગ, ડાયાબીટીસ, ‍શીઘ્રસ્‍ખલન, સ્‍વપ્નદોષ, વાયુ વિકાર, ધાતુ ક્ષય, કફ, વગેરે રોગ થઇ શકે છે.
 
 તુલા - ભાગ્યશાળી દિવસ
તુલા રાશીનો શુક્ર સાથે નજીકનો સંબંધ છે માટે તેમનો ભાગ્યશાળી દિવસ શુક્રવાર છે. આ દિવસ તેને પ્રસન્‍ન રાખે છે. સાથે સાથે સોમવાર અને શનિવાર પણ શુભ છે. રવિવાર અને બુધવાર અશુભ રહે છે. જે દિવસે ધન રાશીનો ચંદ્ર હોય ત્‍યારે મહત્‍વપૂર્ણ કામનો આરંભ કરવો નહીં.
 
તુલા - ભાગ્યશાળી અંક
આ રાશી માટે ૬ નો અંકની ભાગ્‍યશાળી છે. માટે ૬ ની શ્રેણી ૬, ૧પ, ૨૪, ૩૩, ૪૨, પ૧, ૬૦, ૬૯.... શુભ રહે છે. તે ઉપરાંત ૪, પ, ૮ ના અંક શુભ. ૩, ૭ અને ૯ ના અંક સામાન્‍ય અને ૧ તથા ૨ ના અંક અશુભ છે.