Widgets Magazine
Widgets Magazine

Pisces--જાણો કેવા હોય છે મીન રાશિના લોકો

ગુરુવાર, 14 ડિસેમ્બર 2017 (13:35 IST)

Widgets Magazine

મીન - શારીરિક બાંધો
મીન રાશીવાળાઓના હાથ ચપટા હોય છે. અંગુઠો નીચેથી ઉપસેલો અને સુવિકસિત હોય છે. નાની આંગળીની નીચેનો ચંદ્રમાનો ઉભાર પણ સુવિકસિત હોય છે, જે સંવેદનશીલ તથા કલ્પનાશીલતાનો પરિચાયક હોય છે. હથેળી ભરાવદાર હોય છે. આંગળીઓ મોટે ભાગે મોટી હોય છે તથા હાથ કોમળ હોય છે. તેમના કાન, ગળુ, ભુજા અને પગ નીચે તલનું નિશાન અથવા અગ્નિ યા શસ્ત્રથી ઉત્પન્ન થયેલા ચિન્હ હોય છે.
 
મીન - વ્યવસાય
"મીન રાશિનો જાતક વ્યવસાય પ્રત્યે ઓછી રૂચિ ધરાવે અછે. સંશોધનો પ્રત્યે તેમનું આકર્ષણ પ્રમાણમાં વધારે હોય છે. તેઓ સૌન્દ્રર્ય પ્રસાધનો, વિજ્ઞાપન એજન્સી, સંગીત સંબંધિત વ્યવસાયમાં વધારે સફળ થાય છે."
 
 
મીન - આર્થિક પક્ષ
મીન રાશીના જાતક ધનનો પુષ્કળ સંકરે છે પરંતુ ખોટા ખર્ચાઓ, લૉટરી, સટ્ટો, મિત્રો અને સંબંધીઓના કારણે તેનો વ્યય પણ ઘણો થાય છે. જો કે, જીવનપર્યંત તેમને ધનની ખોટ વર્તાતી નથી. જરૂર પડ્યે તેમને સરળતાથી લક્ષ્મી મળી જાય છે. ધન તેઓ માટે સાધન છે સિદ્ધિ નહી. મીન રાશીવાળાઓ ખર્ચ કરવામાં કદી પણ પાછળ વળીને જોતા નથી. જેના કારણે ક્યારેક આર્થિક કષ્ટનો પણ સામનો કરવો પડે છે. આર્થિક બાબતોમાં તેમને વાર વાર ચડતી પડતીનો સામનો કરવો પડે છે પરંતુ દરેક ક્ષેત્રમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે.
 
મીન - ચરિત્રની વિશેષતા
મીન રાશીના ચરિત્રના મુખ્‍ય લક્ષણો - ‍દિશાહીન, અસ્‍પષ્‍ટ, ધુંધળુ વ્‍યક્તિત્‍વ, અપરાધભાવ, હતોત્‍સાહિત, સંવેદનશીલ, અવચનબદ્ધ, વ્યસની, ભાગવાની વૃત્તિ, સ્વયં પર દયા કરવી. ચરિત્ર વિકાસના લક્ષણો - કરૂણામય, અનાગ્રહી, બુદ્ધ‍િ દ્વારા પ્રેમ કરવો, તત્‍વમીમાંસી દ્વારા વસ્‍તુને સમજવી, અવાંછિત શક્તિનો ત્‍યાગ કરવો, પોતાની અને બીજાની દીક્ષ‍િત શક્તિને અલગ કરવી, પોતાના આધ્‍યાત્‍િમક વિકાસ માટે લાભા-લાભ ને જાણવું. અંતઃ કરણના લક્ષણ - અંતર્નિહિત વિશ્વાસ પદ્ધતિની સીમા રેખાઓનો નાશ કરવાની ઇચ્‍છા રાખવી. લોકોને પ્રાચીન વિચાર પદ્ધતિથી ઉપર લાવવા અને પ્રાચીન વિચાર પદ્ધતિનો નાશ કરવામાં સહાયક બનવું, વિશાળ વાસ્‍તવિકતાના નિર્માણમાં બીન જરૂરી રીતિ-રિવાજોનો ત્‍યાગ કરવો.
 
મીન - આજીવિકા અને ભાગ્ય
મીન રાશીની વ્‍યક્તિને ક્યા ક્ષેત્રમાં સફળતા મળશે તે જન્‍મ કુંડળી જોયા પછી જાણવા મળે છે. સામાન્‍ય રીતે મીન રાશીનો સંબંધ કળા, સંગીત, કાવ્‍ય અને લેખન સાથે હોય છે. માટે તેઓ આ ક્ષેત્રમાં સારી પ્રગતી કરી શકે છે. તેઓ રહસ્‍યોં તરફ આકર્ષાય છે અને ભાષા, ખોજ, સમુદ્ર અને કલ્પના સાથે સંકળાયેલ કામમાં રસ દાખવે છે. તેઓ નર્તક, રસાયણશાસ્‍ત્રી, મરજીવા, તેલ અધિકારી અને ફોટોગ્રાફર બની શકે છે. તેમને સાહિત્‍ય પ્રભાવિત કરે છે માટે પ્રકાશન કાર્ય પણ કરી શકે છે. તેમના માટે જ્યોતિષી, અંકશાસ્‍ત્રી, ગુપ્તચર, સૌંદર્ય ‍વિશેષજ્ઞ, જલ સેનાધિકારી સંગ્રહાલય, પુસ્‍તકાલય, અથવા સેનોટીરિયમના અધ્‍યક્ષ બની શકે છે. જે મકાનનું મુખ્‍ય દ્વાર ઉત્તર-પશ્ચિમમાં હોય અથવા મકાનમાં બે, ચાર કે છ કમરા હોય અથવા મકાન શેરીની વચ્‍ચે હોય તો તેમાં નિવાસ કરવો શુભ છે. મકાન સમુદ્ર કે નદીના કિનારે હોય તો લાભદાયક છે. જન્‍મસ્‍થાનથી દૂર તેમનો ભાગ્યોદય થતો જોવામાં આવ્યો છે. તમારી રાશીમાં જો શુક્ર હોય તો તે સ્‍થાનનું ફળ અશુભ મળે છે. મીન રાશી સાથે બુધ હોય તો તમારું જીવન અશાંત રહેશે અને મગજમાં અનેક પ્રકારના તર્ક-વિતર્ક રહેશે.
 
મીન - ભાગ્યશાળી રંગ
મીન રાશીની વ્‍યક્તિ માટે લાલ, પીળો અને નારંગી રંગ ભાગ્યશાળી છે. આ રંગના વસ્‍ત્ર પહેરવાથી માનસ‍િક શાંતિ મળે છે. ખીસ્‍સામાં હંમેશા પીળા રંગનો રૂમાલ રાખવાથી લાભ થાય છે. પોતાના વસ્‍ત્રમાં લાલ અથવા પીળા રંગને કોઇ પણ સ્‍વરૂપમાં ચોક્કસ પસંદ કરવો જોઇએ.
 Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

Aquarius--જાણો કેવા હોય છે કુંભ રાશિના લોકો

જાણો તમારી રાશિનો સ્વાસ્થય, પ્રેમ, સેક્સલાઈફ , શુભ રંગ, રત્ન, ચરિત્ર અને ઘણુ બધું જાણો ...

news

Capricorn-જાણો કેવા હોય છે મકર રાશિના લોકો

જાણો તમારી રાશિનો સ્વાસ્થય, પ્રેમ, સેક્સલાઈફ , શુભ રંગ, રત્ન, ચરિત્ર અને ઘણુ બધું જાણો ...

news

આ 5 રાશિવાળી છોકરીઓ પ્રેમમા ક્યારેય દગો નથી આપતી(See Video)

જ્યોતિષ મુજબ બધી 12 રાશિયોના જાતકોમાં કેટલાક વિશેષ ગુણ હોય છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ પ્રેમ ...

news

Sagittarius-જાણો કેવા હોય છે ધન રાશિના લોકો

જાણો તમારી રાશિનો સ્વાસ્થય, પ્રેમ, સેક્સલાઈફ , શુભ રંગ રત્ન ચરિત્ર અને ઘણુ બધું જાણો ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine