શનિવાર, 20 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. ભવિષ્ય વાણી
Written By
Last Updated : સોમવાર, 12 ઑગસ્ટ 2019 (11:59 IST)

ગ્રહદોષ નિવારણ - રક્ષાબંધનના દિવસે કરશો આ ઉપાય તો અનેક સમસ્યાઓ થશે દૂર

રક્ષાબંધન તહેવાર ફક્ત ભાઈઓ અને બહેનો માટેનો જ  તહેવાર નથી. આ દિવસે ગ્રહદોષ નિવારણ માટે વિશેષ ઉપાય કરવામાં આવે છે. શાસ્ત્રો મુજબ રક્ષાબંધનના દિવસે કરવામાં આવેલ ઉપાય પણ ખૂબ જ ફળદાયક હોય છે.  રક્ષાબંધનના પવિત્ર દિવસે કેટલાક સહેલા ઉપાય કરવાત હી આપણા જીવનની અનેક સમસ્યાઓ દૂર થાય છે. 
 
જાણો રક્ષાબંધનના અચૂક ઉપાય 
 
- જે લોકોની કુંડળીમાં કાલસર્પ દોષ હોય તે રક્ષાબંધનના દિવસે શિવલિંગ પર ગળ્યુ કાચુ દૂધ ચઢાવો. નાગ દેવતાને પોતાના  ખરાબ કર્મો અને જાણતા અજાણતા થઈ ગયેલ ભૂલોમાટે ક્ષમા માંગો અને સૌથી મહત્વપૂર્ણ વાત એ દિવસ ચાંદીની ડબ્બીમાં મધ ભરીને ક્યાક સૂના સ્થાન પર દાંટી દો. તેનાથી કાલસર્પ દોષનો પ્રભાવ ઓછો થશે. 
 
- જે લોકોની કુંડળીમં ચંદ્રમા નીચલા સ્થાનમાં હોય તે રક્ષાબંધનના દિવસે સાંજે ચંદ્રમાના ઉદય સમયે કાચા દૂધમાં મીઠુ નાખીને તેનાથી ચન્દ્રદેવને અર્ધ્ય આપીને ૐ સોમેશ્વરાય નમ: નો જાપ કરો. એ દિવસે દૂધનુ દાન કરો. 
 
- જે લોકોને શનિ દેવ તરફથી પીડા મળી રહી છે એ લોકો રક્ષાબંધનના દિવસે કાંચની એક બાટલીમાં સરસવનુ તેલ બરીને તેને પોતાના પરથી ઉતારીને વહેતા પાણી નીચે દબાવી દો.. 
 
- જે લોકોને શત્રુનો ભય છે તેઓ શત્રુઓની શાંતિ માટે રક્ષાબંધનના દિવસે સંકટમોચન હનુમાનજીને ચોલા ચઢાવે અને મોતીચૂરના લાડુ અને ગોળનો પ્રસાદ અર્પિત કરતા લાલ ગુલાબના ફુલ ચઢાવે. આવુ કરવાથી શત્રુઓનો ભય જતો રહેશે. 
 
- જેમનો રાહુ ખરાબ હોય તેમણે રક્ષાબંધનના દિવસે  11 પાણીવાળા નારિયળ પોતાના પરથી ઉતારીને વહેતા જળમાં પ્રવાહિત કરી દો. 
 
- જો કોઈની નજર લાગી હોય તો રક્ષાબંધનના દિવસે એક ફટકડીનો ટુકડો એ નજર લાગેલ વ્યક્તિ પરથી ઉતારીને ચુલામાં સળગાવી દો નજરનો દોષ દૂર થઈ જશે.