શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બિહાર ચૂંટણી સમાચાર
Written By
Last Modified: પટણા, , સોમવાર, 5 ઑક્ટોબર 2015 (10:20 IST)

બિહાર ચુંટણી - પ્રથમ તબક્કાના 583 ઉમેદવારોમાંથી 156 ઉમેદવાર કરોડપતિ

હાલમાં જ કરવામાં આવેલા નવા સર્વે મુજબ કરોડ પતિ ઉમેદવારની વાત કરવામાં આવે તો કુલ ૫૮૩ ઉમેદવારો પૈકી ૧૫૬ ઉમેદવારો અથવા તો ૨૫ ટકા ઉમેદવારો કરોડપતિ છે. પ્રથમ તબક્કામાં જેડીયુના કુલ ૨૪માંથી ૧૯, ભાજપના ૨૭માંથી ૧૮, આરજેડીના કુલ ૧૭માંથી ૧૧, સમાજવાદી પાર્ટીના કુલ ૧૮માંથી ૬, કોંગ્રેસના આઠમાંથી ૬, એલજેપીના ૧૩માંથી ૮, બસપના કુલ ૪૧માંથી ત્રણ સહિત કરોડપતિ ઉમેદવારની સંખ્‍યા વધારે દેખાઈ રહી છે.  ૪૨ ઉમેદવાર એવા છે જેમની પાસે ઓછામાં ઓછા એક કરોડની સંપત્તિ છે. સમસ્‍તીપુર જિલ્લાના વારીશનગર વિધાનસભા ક્ષેત્રમાંથી મેદાનમાં ઉતરેલા વિનોદકુમાર સિંહની સંપત્તિ ૭૪ કરોડની આસપાસ છે જ્‍યારે જેડીયુના પૂનમદેવી યાદવની સંપત્તિ ૪૧ કરોડની આસપાસની છે. જ્‍યારે ભાગલપુરમાંથી કોંગ્રેસના ઉમેદવાર અજીત શર્માની સંપત્તિ ૪૦ કરોડની છે.