અક્ષય કુમારની ફિલ્મ 'ઓહ માય ગોડ'નું ફર્સ્ટ લુક
પોતાની આવનારી ફિલ્મ 'ઓહ માય ગોડ'માં અક્ષય કુમાર આધુનિક ભગવાન ક્રિષ્નની ભૂમિકા કરવાનો છે અને તેનો ફર્સ્ટ લૂક રિવિલ કરવામાં આવ્યો છે. આ પોસ્ટરમાં બેકગ્રાઉન્ડમાં અક્ષય બ્રાઈટ રંગના કલરફૂલ વાદળોની વચ્ચેથી બાઈક ચલાવીને આવતો હોય તેમ દેખાડાયો છે. '
હેરા ફેરી'માં પરેશ રાવલ સાથે પોતાની જોરદાર કોમિક કેમિસ્ટ્રી દેખાડ્યા બાદ'ઓહ માય ગોડ'માં ફરીથી આ ફિલ્મના પ્રોડક્શનમાં બન્ને જણા સાથે આવ્યા છે. બે પોસ્ટરમાં ફિલ્મની ઝલક જોવા મળે છે. બીજા પોસ્ટરમાં પરેશ રાવલનો ફોટો છે. પરેશ રાવલ હસી રહ્યા છે અને તેમની આસપાસ ગોળ ફરતે બધા જ દેવ-દેવીઓના ચહેરા દેખાડાયા છે. ઉમેશ શુક્લાના ગુજરાતી નાટક 'કાનજી વિરુદ્ધ' પર આધારિત 'ઓહ માય ગોડ' સામાન્ય જીવનમાં દરરોજ ઘટતી ઘટનાઓ વિશે છે. નવોદિત ડાયરેક્ટર અશ્વિની યારડીએ ફિલ્મનું ડાયરેક્શન કર્યું છે. આ ફિલ્મ 28મી સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશે.