શુક્રવાર, 1 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 23 ઑક્ટોબર 2015 (12:19 IST)

ગાયક અભિજીત વિરુદ્ધ છેડછાડનો કેસ !

મુંબઈ પોલીસે બોલીવુડ ગાયક અભિજીત ભટ્ટાચાર્ય વિરુદ્ધ છેડછાડનો કેસ નોંધ્યો છે.  પાંત્રીસ વર્ષની એક મહિલાએ તેમના વિરુદ્ધ છેડછાડનો આરોપ લગાવીને ઓશીવારા પોલીસ મથકમાં મામલો નોંધાવ્યો છે. 
 
અભિજીતે આ આરોપોને નકાર્યા છે અને તેને હિન્દુ વિરોધી ધર્મનું ષડયંત્ર બતાવ્યુ. પોલીસે તેમના વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની જુદી જુદી ધારાઓમાં કેસ નોધ્યો છે.  
 
બોલીવુડ ગાયક દર વર્ષે લોખંડવાળામાં દુર્ગા પૂજાનુ આયોજન કરે છે. મહિલાએ આ દરમિયાન છેડખાનીની ઘટનાની વાત કરી છે. 
 
અભિજીતે કહ્યુ છે કે આખો મામલો તેમને બદનામ  કરવાની કોશિશ છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા મે જ્યારે પાકિસ્તાની ગાયકોના ભારતમાં કાર્યક્રમ કરવાનો વિરોધ્કર્યો હતો આ તેના જ કારણે બન્યુ છે. હિન્દુ વિરોધી સંગઠનોનું અગાઉથી આયોજીત એક ષડયંત્ર છે. 
 
ફિલ્મમેકર અને સેંસર બોર્ડ સભ્ય અશોક પંડિતે પણ એક ટ્વીટમાં કહ્યુ "અભિજીત છેલ્લા 20 વર્ષથી આ કાર્યક્રમનુ આયોજન કરતી રહ્યા છે.