વિરાટ અને અનુષ્કા હોસ્પિટલમાં ગુપચુપ કેમ ગયા ?
ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર બેટસમેન વિરાટ કોહકી અને બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા વચ્ચે પ્રેમ પ્રકરણ હોવાની ચર્ચા છેલ્લા કેટલાક મહિનાઓથી થઈ રહી છે. તાજેતરમાં જ તેઓ મુંબઈના અંધેરી સ્થિત કોકિલાબેન ધીરૂભાઈ અંબાણી હોસ્પિટલમાં એકસાથે નજરે પડયા હતા. જોકે તે બન્ને એક સાથી આવ્યા નહોતા . પરંતુ નન્ને એકસાથે જ હોસ્પિટલમાં દેખાતા અનેક અટકળો શરૂ થઈ ગઈ હતી.
અનુષ્કા ઘરની પાસે આવેલી હોસ્પિટલમાં બન્નેને ત્યાં હાજર લોકો ઓળખી ગયા હતા.બન્ને એક સાથે શા માટે હોસ્પિતલમાં આવ્યા હતા તે અંગેનું કારણ જાણવા મળ્યું નથી. આ અંગે લોકો માત્રને માત્ર અટકળો લગાવી રહ્યા છે.
આ બન્ને સાથે હોસ્પિટલની મુલાકાત લીધી તે પહેલા જ વિરાટ અને અનુષ્કાની સગાઈના સમાચારો આવાવ લાગ્યા હતા. મીડિયામાં વહેતા થયેલા સમાચાર મુજબ નન્નેના લગ્ન માટે અનુષ્કા અને વિરાટના માતા-પિતા એક્બીજાને મળી ચૂકયા છે.