શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By

Aishwarya birthday-જન્મદિવસ વિશેષ(VIdeo)

એશ્વર્યા રાય બચ્ચનું કહેવુ છે કે તેનુ વ્યક્તિત્વ ડુંગળીના છાલ જેવુ છે. કોઈ પણ એના વિશે સંપૂર્ણ નથી જાણતા. અહી સુધી કે તેના માતા-પિતા પણ નહી. પરિવાર પ્રત્ય અપાર સ્નેહ અને શ્રદ્ધા હોવા છતા એશના જીવનની કેટલીક એવી વાતો છે જે તે કોઈની સામે કહેતી નથી. સલમાન પ્રકરણમાં પણ તેણે અંત સુધી પોતાના દિલની વાત બહાર ન આવવા દીધી.

ઈંડસ્ટ્રીમાં ચર્ચાઓ ઉડતી રહી કે સલમાનની નિકટતાને કારણે એશ્વર્યાએ પોતાના પિતા સાથે સંબંધો બગાડી લીધા હતા. આ સત્ય છે કે એશ્વર્યાના પિઆ કૃષ્ણામન રાયે સલમાનને ક્યારેય ફૂટી કોડીએ પાણ પસંદ નહોતો કર્યો પણ એ પણ સત્ય છે કે એક હિન્દુસ્તાની યુવતીની જેમ એશ્વર્યાએ પણ પોતાના પરિવારની ઈજ્જતને વધુ મહત્વ આપ્યુ. જેના દ્વારા તેના ઘરેલુ ચરિત્ર અને માતા-પિતા પ્રત્યે આદરની ઝલક જોવા મળે છે.

એશ્વર્યાના શબ્દોમાં 'મારા માતાપિતા મારા મિત્ર રહ્યા. તેમણે તમામ મહત્વપૂર્ણ મુદ્દા પર નિર્ણય લેવામાં મારી મદદ કરી. જે સંસ્કારોને કારણે હું આજ ખરા ખોટાનો નિર્ણય કરી શકુ છુ તે મારી માતા પિતાની જ મહેરબાની છે. તેમણે ક્યારેય મને ઘરમાં સ્ટાર નથી માની. માં એક સામાન્ય બાળકની જેમ મને લડતી, ફટકારે છે. પરિવારના માર્ગદર્શન વગર હું કશુ જંથી. મને લાગે છે કે હું સામાન્ય છોકરીઓ કરતા જલ્દી પરિપક્વ થઈ ગઈ. પરિવાર જ મારી તાકત છે અને કમજોરી પણ.

ટોમ ક્રૂજની પ્રશંસક

એક નવેમ્બર 1973ના રોજ મેંગલોર(કર્ણાટક)ના એક શિક્ષિત મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલી એશ્વર્યાને સમય અફેલા પરિપક્વ બનાવવામાં તેની અસાધારણ સુંદરતાનો હાથ રહ્યો. બેંગલોર અને પછી મુંબઈમાં ઉછરેલી એશ્વર્યાને બાળપણમાં સમજાતુ નહોતુ કે લોકો તેને કેમ ધારી ધારીને જોયા કરે છે.

13-14 વર્ષની વય સુધી એશ્વર્યાને પોતાની સુંદરતાનુ અભિમાન નહોતુ. એ એવુ સમજતી હતી કે તેનાથી કોઈ અપરાધ થઈ ગયો છે. તેથી બધા તેને જોયા કરે છે. એટલે સુધી કે વિદ્યાર્થી જીવનમાં એશ્વર્યાએ પાઠ્યોત્તર સાંસ્કૃતિક ગતિવિધિઓમાં પણ ખુદથી દૂર રાખ્યા જેથી તે લોકોના આકર્ષણનું કેન્દ્ર ન બને.

શિક્ષિકાઓ તેને શાળાના વાર્ષિકોત્સવમાં પરીની ભૂમિકા ભજવવાનું કહેતી તો તે તરત જ ના પડી દેતી હતી. એશ્વર્યાને ડર હતો કે આવુ કરવાથી એ નવયુવકોની સંખ્યા વધી જશે જે શાળાના દરવાજા બહાર તેની એક ઝલક જોવા માટે ટોળું બનાવીને ઉભા રહેતા હતા.

એશ્વર્યાના કહેવા મુજબ તેને વિદ્યાર્થી જીવનમાં ક્યારેય રોમાંસ નથી કર્યો. તેને એ જોઈને આશ્ચર્ય થતુ હતુ કે તેની બહેનપણીઓ મેલ ગિલ્સન, અમિતાભ બચ્ચન, જૈકી શ્રોફ જેવા ફિલ્મી કલાકારોના ફોટા લઈને ફરે છે.

એશ્વર્યાને પહેલીવાર કોઈ અભિનેતામાં કશિશ જોવા મળી તો એ હતા ટોમ ક્રૂઝ. એશ આજે પણ આ બોલીવૂડ અભિનેતાની દિવાની છે. પ્રેમનો અઢી અક્ષર એશ્વર્યાએ ક્યારે શીખ્યો તેના વિશે તે ચર્ચા કરવા નથી માંગતી.

એશ્વર્યા એક નાનકડા પરિવારમાં ઉછરી હતી. નિકટના લોકો સાથે આત્મીયતા એના લોહીમાં છે. પિતા કે.આર. રાયની સાથે એશ્વર્યા બાળપણમાં અડધી દુનિયા ફરી ચુકી હતી. એશના પિતા ગંભીર વ્યક્તિત્વવાળા હતા. જ્યારે કે માતા વૃંદા રાય બહિર્મુખી પ્રતિભાવાળી અને સામાજીક છે. તેમને લખવાનો ખૂબ શોખ છે. વાર્તાઓ લખીને તે ફિલ્મ નિર્માણ માટે એશ્વર્યાને પ્રેરણા આપતી હતી. માતા સાથે સમુદ્ર તટે ફરવા જવુ અને મંદિરમાં જવુ એ એશ્વર્યાની જીવનચર્યા હતી.
ભણવામાં એશ્વર્યા ટોપ પર હતી, મેરિટના આધાર પર તેનુ પસંદગી લાતૂર અને નાસિકની મેડિકલ કોલેજમાં થઈ હતી. એશ્વર્યાની ઈચ્છા હતી કે તે ડોક્ટર બને. પણ સ્કૂલ ઓફ આર્ટિટેક્ચરમાં એડમિશન મળી ગયુ અને વાસ્તુશાસ્ત્રમાં તેનો રસ વધવા લાગ્યો.

વિજ્ઞાન તેની પસંદગીનો વિષય હતો. ભણવામાં હોશિયાર હોવા છતા મોડેલિંગમાં પ્રવેશ મળતા જ એશ્વર્યાનુ ભણતર અધુરુ રહી ગયુ. એશ્વર્યાને બાળપણથી જ શાળામાં મળેલ હોમવર્ક અધૂરુ ન છોડવાની ટેવ હતી.

શૂટિંગ પર જતા પહેલા પોતાનુ હોમવર્ક તે સારી રીતે કરતી હતી. કેટલો સમય આપવાનો છે. કેવી રીતે કરવાનુ છે આ બધુ તે શૂટિંગ પર જતા પહેલા જ નક્કી કરી લેતી હતી. એશ્વર્યામાં આ ચુસ્તી તેની માતાને કારણે હતી. તેની માતા તેને બાળપણામાં ચાલતા પણ શીખવાડતી હતી. મોડલ બન્યા પછી તે રેમ્પ પર કેટવોક કરતી વખતે તેને પોતાની આ ટ્રેનિંગ કામ આવી. એશ્વર્યાને શાલીનતા પિતા પાસેથી અને અદા તેમની માતા પાસેથી વારસામાં મળી છે.

એશ્વર્યાને પોતાના ભાઈ આદિત્ય પ્રત્યે વિશેષ સ્નેહ છે. તે તેનો ખૂબ ખ્યાલ રાખતી હતી. તેણે પોતાના ભાઈને પ્રથમ ભેટ એક રેસર સાઈકલ આપી હતી. આજે પણ તે વિદેશી પ્રવાસ પર જાય છે ત્યારે પોતાના પરિવાર માટે ભેટ લાવવાનું નથી ભૂલતી.

લગ્ન પછી એશ્વર્યા અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનનો પણ એટલો જ ખ્યાલ રાખે છે જેટલો પોતાના માતા-પિતાનો રાખે છે. પોતાની પુત્રી આરાદ્યાની દેખરેખમાં હાલ એશ્વર્યા અભિનયથી દૂર છે.