ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 8 જુલાઈ 2021 (08:24 IST)

Neetu Kapoor Birthday : વૈજયતિમાલાની સ્ટુડેંટ રહી ચુકી છે નીતૂ કપૂર, ઋષિ કપૂરના ટેલિગ્રામે બદલી નાખ્યુ નસીબ

70ના દસકાની ચુલબુલી અભિનેત્રી નીતૂ સિંહ પોતાના સમયની એક શ્રેષ્ઠ અભિનેત્રી છે. નીતુ સિંહે સિનેમા જગતમાં એવા પાત્રો ભજવ્યા છે જે હંમેશા માટે યાદગાર બની ગયા. તે પછી ભલે  'યાદોં કી બારાત' હોય કે અમિતાભ બચ્ચન સાથેની ફિલ્મ 'દીવાર'માં ભજવેલું પાત્ર હોય. નીતુ સિંહ 8 મી જુલાઈએ પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. નીતુએ ફિલ્મી કરિયરની શરૂઆત 8 વર્ષની ઉંમરે કરી હતી. આ ફિલ્મોનાં નામ છે સૂરજ, દસ લાખ, વારિસ, પવિત્ર પાપી અને ઘર ઘર કી કહાની. 15 વર્ષની ઉંમરે નીતુ સિંહે 'રિક્ષાવાળા' ફિલ્મથી મુખ્ય અભિનેત્રી તરીકે ડેબ્યૂ કર્યું હતું.
 
જો કે તેમની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ. આ ફિલ્મમાં નીતૂના અપોઝિટ રણધીર કપૂર હતા. સતત ફ્લોપ ફિલ્મો પછી નીતૂ સિંહએ યાદો કી બારાત ફિલ્મમાં ડાંસરનુ પાત્ર ભજવવાનો નિર્ણય કર્યો. આ ફિલ્મનુ ગીત લેકર હમ દિવાના દિલ સુપરડુપર હિટ સાબિત થયુ અને નીતો માટે લીડ પાત્ર માટે લાઈન લાગી ગઈ. 
 
નીતુએ ઋષિ કપૂર સાથે 11 ફિલ્મોમાં કામ કર્યું. નીતુએ માત્ર 21 વર્ષની ઉંમરે ઋષિ કપૂર સાથે લગ્ન કર્યા. 13 એપ્રિલ 1979 ના રોજ ઋષિ કપૂર સાથે લગ્ન કર્યા પછી, નીતુએ પોતાનું બધુ ધ્યાન એક ફેમિલી બનાવવામાં અને બાળકોના ઉછેર પર આપ્યું. 70 અને 80 ના દાયકામાં નીતુ સિંહના જબરદસ્ત અભિનયના લાખો દિવાના હતા. ઋષિ સાથે લગ્ન પછી નીતુએ પોતાના કેરિયરને અલવિદા કહ્યું. ત્યારે નીતુ તે સમયે પોતાના કેરિયરના ટોચ પર હતી.
 
એવું કહેવાય છે કે નીતુ સિંહને બાળપણથી જ નૃત્યનો ખૂબ જ શોખ હતો, તેથી તેની માતાએ પોતાની પુત્રીને અભિનેત્રી વૈજયંતિ માલાની નૃત્યશાળામાં પ્રવેશ અપાવ્યો. અહીં  વૈજયંતિ માલાએ નીતુના ડાન્સથી પ્રભાવિત તેની ફિલ્મ 'સૂરજ'માં બાળ કલાકાર તરીકેની પહેલી ફિલ્મ આપી હતી. વૈજયંતીમાલાએ તેમને નૃત્ય કરવાનું શીખવાડ્યુ. એ સમય દરમિયાન પડદા પર નીતુનું નામ 'બેબી નીતુ' અથવા 'બેબી સોનિયા' હતું.
 
ઋષિ અને નીતુનાં લગ્નને લગભગ ચાલીસ વર્ષ થઈ ગયા છે. બંનેની મુલાકાત 1974 ની ફિલ્મ ઝેરીલા ઇન્સાનના શૂટિંગ દરમિયાન થઈ હતી અને ઋષિ નીતુના પ્રેમમાં પડી ગયા. તે પછી બંનેએ 'અમર અકબર એન્થોની', 'ખેલ ખેલ મેં', 'કભી કભી', 'દો દૂની ચાર' જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું. કપલના બે બાળકો છે - રિદ્ધિમા અને રણબીર
 
કપૂર ખાનદાનના નિયમો મુજબ તેમના ઘરની કોઈ પુત્રવધુ ફિલ્મમાં કામ નથી કરતી. નીતુએ આ ધર્મ ખૂબ જ સારી રીતે નિભાવ્યો. એવું કહેવામાં આવે છે કે જ્યારે નીતુને ફિલ્મો છોડીને એક હાઉસવાઈફ તરીકે રહેવાનુ કહેવામાં આવ્યુ તો નીતુએ તરત જ સાઇન કરેલી ફિલ્મ્સના એડવાન્સ પરત આપી દીધા હતા, 
લગ્ન પછી નીતુ દ્વારા ફિલ્મોથી દૂર રહેવાથી લોકો બેચેન થઈ ગયા હતા અને એક નવો વિવાદ ઉભો થયો હતો. તે સમયે એવું કહેવામાં આવતું હતું કે તેમને ફિલ્મો છોડવાની ફરજ પડી હતી, જોકે બાદમાં નીતુએ ઋષિને સાથ આપ્યો હતો. નીતુએ કહ્યું હતું કે ફિલ્મો છોડવાનો નિર્ણય પોતાનો છે.