1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શુક્રવાર, 28 મે 2021 (22:05 IST)

સની લિયોનના પાડોશી બન્યા Amitabh Bachchan, મુંબઈમાં ખરીદ્યો શાનદાર Duplex જાણો કેટલી છે કીમત

amitabh bachchan
બૉલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન તેમની શાનદાર લાઈફસ્ટાઈલ માટે મશહૂર રહ્યા છે. અમિતાભ બચ્ચનની પાસે મુંબઈથી લઈને પેરિક સુધીમાં પ્રાપર્ટી છે. અમિતાભ બચ્ચનની પાસે મુંબઈમાં 3 મોટા બંગલા અને ઘણા ફ્લેટ છે. તેમજ હવે તેણે મુંબઈમાં એક ડુપ્લેક્સ ખરીદ્યો છે. 
 
અમિતાભ બચ્ચનની આ પ્રાપર્ટી 5184 સ્કવાયર ફીટ છે. જેની કીમત 31 કરોડ રૂપિયા છે. ખબરો મુજબ અમિતાભ બચચનએ આ ડુપ્લેક્સ ક્રિસ્ટલ ગ્રુપના અટલાંટિસ પ્રોજેક્ટમાં ખરીદ્યો છે. 
 
જણાવી રહ્યુ છે કે અમિતાભએ આ પ્રાપર્ટી ડિસેમ્બર 2020માં ખરીદી હતી પણ તેનો રજિસ્ટ્રેશન એપ્રિલ 2021માં કરાવ્યો છે. તેણે તેના પર 62 લાખ રૂપિયાનો સ્ટાંપ ડ્યુટી ચુક્વ્યુ છે. જો 2 ટકા સ્ટાંપ ડ્યુટી 62 લાખ રૂપિયા હોય છે. તો આ હિસાબે પ્રાપર્ટીની કીમત 31 કરોડ રૂપિયા છે. 
 
બિગ બીના આ ડુપ્લેક્સની ખાસ વાત આ છે કે તેની સાથે તેણે 6 કાર પાર્કિંગ મળી છે. 28 મંજિલની આ બિલ્ડિંગમાં આ ડુપ્લેક્સ 27 માળા પર છે. 
 
અમિતાભ બચ્ચનની શરૂઆતથી જ તેમના પાસે શાનદાર ઘર રાખવા માટે મશહૂર છે. ખબરો મુજબ બચ્ચન પરિવારની પાસે 3175 સ્કેવયર મીટરની રેસિડેંશિયલ પ્રાપર્ટી ફ્રાંસમાં છે. તેની પાસે પેરિસમાં પણ એક બંગલો છે. તે સિવાય મુંબઈ, નોએડા, ભોપાલ, પુણે, અમદાબાદ અને ગાંધીનગરમાં પણ બચ્ચન ફેમિલીની પ્રાપર્ટી છે.