અનુષ્કા સાથે વિરાટ કોહલીએ પણ રાખ્યુ કરવાચોથનું વ્રત, લાલ સાડીમાં લાગી દુલ્હન જેવી

anushka virat
Last Updated: શુક્રવાર, 18 ઑક્ટોબર 2019 (11:03 IST)
બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માએ ધૂમધામથી કરવાચોથ મનાવ્યો.
આ ખાસ અવસર પર અનુષ્કાએ સોશિયલ મીડિયા પર એક તસ્વીર શેયર કરી જે તેમના પ્રશંસકોને ખૂબ પસંદ આવી રહી છે. ખાસ વાત છે કે આ અવસર પર અનુષ્કા સાથે વિરાટ કોહલીએ પણ વ્રત રાખ્યુ હતુ. આ વાતનો ખુલાસો અનુષ્કાએ પોસ્ટમાં કર્યો તસ્વીરમાં અનુષ્કા અને વિરાટ કોહલી વચ્ચેની બોંડિંગ સ્પષ્ટ દેખાય રહી છે.
anushka virat
કરવાચોથની તસ્વીરને અનુષ્કા અને વિરાટે એક સાથે ઈંસ્ટાગ્રામ પર શેયર કરી. તસ્વીર પોસ્ટ કરતા અભિનેત્રીએ લખ્યુ - મારા જીવન અને ત્યારબાદના સાથી અને આજના મારા વ્રતના સાથી. જ્યારે કે વિરાટે લખ્યુ - જે સાથે વ્રત રાખે છે તેઓ સાથે હસે છે. બંનેના આ પોસ્ટથી એક વાત સ્પષ્ટ છે કે વિરાટે પણ અનુષ્કા માટે ઉપવાસ કર્યો.

આ ખાસ અવસર પર અનુષ્કા શર્મા બલાની ખૂબસુરત લાગી રહી હતી. અનુષ્કાએ લાલ રંગની સાડી પહેરી હતી. માથા પર સિંદૂર, મોટા મોટા ઝુમકા અને હાથમાં ચુડો તેના લુકમાં ચાર ચાંદ લગાવી રહ્યા હતા. સબીજી બાજુ વિરાટે કાળા રંગનો ઝભ્ભો અને પાયઝામો પહેર્યો હતો. બંનેયે આ ફોટો ટેરેસ પર પડાવ્યો છે. જેમા પાછળથી ચંદ્ર સ્પષ્ટ દેખાય રહ્યો છે.

anushka virat
અનુષ્કા શર્માનો આ બીજુ કરવાચોથ છે. અનુષ્કાના બીજા કરવાચોથની તસ્વીર પહેલા કરવાચોથ જેવી જ છે. ગયા વર્ષે અનુષ્કાએ આ જ પોઝ આપતા ફોટો પડાવ્યો હતો. અનુષ્કાએ તસ્વીર પોસ્ટ કરત લખ્યુ - મારો સૂરજ મારો તારો.. અને મારુ બધુ જ.
આ તસ્વીઅમાં પણ અનુષ્કાએ સોળ શૃંગાર કર્યા હતા. અનુષ્કાએ પીળા રંગની સાટી સાથે સિંદૂર લગાવ્યુ હતુ. અને વિરાટે લખ્યુ હતુ - મારી પત્ની, મારી દુનિયા.. કરવા ચોથ.


આ પણ વાંચો :