ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : મંગળવાર, 10 મે 2022 (14:19 IST)

Avatar 2 Trailer: મોસ્ટ અવેટેડ અવતાર ધ વે ઓફ વોટર ના ટ્રેલરમાં જોવા મળ્યા કમાલના દ્રશ્યો, આ દિવસે થશે રિલીઝ

avtar 2
છેવટે એક લાંબા સમય પછી અવતાર 2 ના દર્શકોની આતુરતાનો અંત આવ્યો છે. મોસ્ટ અવેટેડ ફિલ્મ અવતાર ધ વે ઓફ વોટરનુ ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યુ છે.  અવતારના પહેલા ભાગ એ લોકોને હેરાન અને રોમાંચિત કર્યા જ હતા. ટ્રેલર જોઈને લાગી રહ્યુ છે કે બીજો ભાગ પણ દર્શકોને એક જુદ ઈ દુનિયામાં લઈ જશે. ટ્રેલરમાં કમાલના દ્રશ્ય જોવા મળ્યા છે. ટ્ગ્રેલરના અંતમાં સાંભળી શકાય છે કે મને વિશ્વાસ છે, આપણે જ્યા પણ રહીશુ આ પરિવાર.. આપણને સુરક્ષિત રાખશે. 


અવતાર 2 ના ટ્રેલરે ઇન્ટરનેટ પર સનસનાટી મચાવી દીધી છે. લગભગ 1 મિનિટ 38 સેકન્ડના આ ટ્રેલરમાં પાણીની અંદર અને બહાર જબરદસ્ત દ્રશ્યો બતાવવામાં આવ્યા છે. નિર્માતાઓએ તેને ટીઝર ટ્રેલર ગણાવ્યું છે. તેને અવતારના ઓફિશિયલ પેજ પરથી રિલીઝ કરવામાં આવ્યું છે. અત્યારે તો આ ટ્રેલર જોયા પછી ફિલ્મ જોવાની ઉત્સુકતા વધુ વધી જશે. ટ્રેલર હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં જોઈ શકાય છે.