રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 28 માર્ચ 2024 (14:34 IST)

Chamkila Trailer Released: રિયલ લાઈફ બેસ્ડ ફિલ્મ અમર સિંહ ચમકીલા નુ ટ્રેલર રજુ થયુ, 12 એપ્રિલના રોજ Netflix પર થશે પ્રીમિયર

Amar Singh Chamkila
Amar Singh Chamkila
Chamkila Trailer Released: બોલીવુડ અભિનેતા દિલજીત દોસાંઝ અને પરિણિતી ચોપડા અભિનેતી ફિલ્મ અમર સિંહ ચમકીલા નુ ટ્રેલર રજુ થઈ ચુક્યુ છે. આ ફિલ્મ 80ના દસકાના પંજાબી ગાયક અમર સિંહ ચમકીલા અને તેની પત્ની અમરજોતના જીવન પર આધારિત છે. ટ્રેલરમાં દિલજીત દોસાંઝ ચમકીલાના લુકમાં શાનદાર લાગી રહ્યો છે. તેની દમદાર એક્ટિંગ અને પરિણિતી ચોપરાની સાથે તેની કેમિસ્ટ્રી દર્શકોને ખૂબ ગમવાની છે. 

 
ફિલ્મમાં બતાવ્યુ છે કે કેવી રીતે અમર સિંહ ચમકીલા પોતાના ગીતો દ્વારા લોકોના દિલોમાં રાજ કરતા હતા, પરંતુ તેમની સફળતા સાથે જ તેમને અનેક પડકારોનો પણ સામનો કરવો પડ્યો. ટ્રેલરમાં કેટલાક શાનદાર ગીતો પણ છે જે તમને 80મા દસકામાં લઈ જશે. ફિલ્મનુ નિર્દેશન ઈમ્તિયાઝ અલીએ કર્યુ છે અને 12 એપ્રિલના રોજ Netflix પર રજુ થશે.