ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શનિવાર, 16 જૂન 2018 (14:33 IST)

Gold Video: જ્યારે અક્ષય કુમારે રાષ્ટ્રગાન પર અંગ્રેજોને ઉભા કર્યા

અક્ષય કુમર હવે મોટા પડદા પર ભારતીય હૉકીના એ સોનેરી સમયને લઈને આવ્યા છે જ્યારે ઈંડિયાએ રમતના મેદાનમાં ગૌરવ મેળવ્યુ હતુ. રીમા કાગતીના ડાયરેક્શનમાં બનેલ અક્ષય કુમારની ફિલ્મ 'ગોલ્ડ'નો એક સ્પેશ્યલ પ્રોમો રજુ કરવામાં આવ્યો છે.
 
આ વીડિયો દ્વારા દેશના એ ગૌરવની વાત કરવામાં આવી છે જ્યારે ભારતીય હોકી ખેલાડીઓને કારણે અંગ્રેજોને આપણા દેશના નેશનલ એંથમ પર ઉભા થવુ પડ્યુ હતુ. ફિલ્મ 'ગોલ્ડ' ભારતીય હોકીના ગર્વની સ્ટોરી છે. 
ફરહાન અખ્તર ને અક્ષય કુમારના પ્રોડક્શન બેનર પર બનેલ આ ફિલ્મની શૂટિંગનો મોટો ભાગ લંડનમાં શૂટ થયો છે અને કેટલાક ભાગનુ શૂટિંગ પટિયાલામાં પણ. ફિલ્મ ગોલ્ડ દ્વારા નાના પડદાની સ્ટાર અને નાગિન ફેમ મૌની રોય અક્ષયની અપોઝિટ છે.  ફિલ્મમાં અમિત સાધ, સની કૌશલ અને કુણાલ કપૂર પણ છે. ફિલ્મ 1948માં લંડનમાં થયેલ 14માં ઓલિમ્પિકની સ્ટોરી સાથે સંકળાયેલી છે. જ્યારે ભારતે સ્વતંત્ર રાષ્ટ્રના રૂપમાં ભાગ લીધો હતો અને દેશનો પ્રથમ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. 
 
ગોલ્ડમાં અક્ષય કુમાર હોકી સ્ટાર બલબીર સિંહના રોલમાં છે. બલબીર સિંહને ગોલ કરવામાં ઉસ્તાદ માનવામાં આવતા હતા. બલબીર સિંહ હવે 92 વર્ષના થઈ ચુક્યા છે અને પોતાના પૂરા પરિવાર સાથે કનાડામાં રહે છે.  ભાગલા પહેલાના પાકિસ્તાનમાં જન્મેલા બલબીર સિંહનુ નામ હોકીમાં વ્યક્તિગત રૂપે ઓલંપિકમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ છે.  વર્ષ 1952 ઓલિમ્પિક રમતમાં બલબીર સિંહે એ મેચમાં પાંચ ગોલ કર્યા હતા જેમા ભારતે નીધરલેંડને 6-1થી હરાવ્યુ હતુ. 
 
લંડન ઓલિમ્પિકમાં જ્યારે ભારતે અર્જેંટીનાને હરાવ્યુ હતુ તેમા બલબીર સિંહે હૈટ્રિક સહિત છ ગોલ કર્યા હતા અને ફાઈનલમાં બ્રિટન વિરુદ્ધ જીતમાં તેમને બે શરૂઆતી ગોલ કર્યા હતા. વર્ષ 1977માં બલબીર સિંહે 'ધ ગોલ્ડન યાર્ડસ્ટિક' નામથી પોતાની આત્મકથા પણ લખી હતી. અક્ષય કુમારની ગોલ્ડ 15 ઓગસ્ટના રોજ રજુ થશે પણ એ દિવસે બોક્સ ઓફિસ પર બે વધુ ફિલ્મો પણ આવી રહી છે. જૉન અબ્રાહમની સત્યમેવ જયતે અને દેઓલ્સની 'યમલા પગલા દિવાના ફિર સે' પણ આ દિવસે રજુ થશે.