1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 6 નવેમ્બર 2017 (14:26 IST)

Photos - બૉલ્ડ... બ્યૂટિફુલ... ઇન્ટેલિજન્ટ... ગુરલીન ચોપરાની ગેમ ઓવર

ઈન્ડિયન બાબુથી બૉલિવુડમાં પદાર્પણ કરનાર પંજાબની કુડી સાઉથની તમિલ, તેલુગુ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી અને એવી ગાજી કે ત્યાં એના નામના સિક્કા પડવા લાગ્યા. હવે વરસો બાદ ગુરલીન ગેમ ઓવર ફિલ્મથી બૉલિવુડમાં ફરી એન્ટ્રી કરી રહી છે.
ગેમ ઓવર વિશે ગુરલીન કહે છે કે, ફિલ્મમાં એ કોન ગર્લ (ઠગ) સનાયા સાવિત્રીનું પાત્ર ભજવી રહી છે. જે બૉલ્ડ, બ્યૂટિફુલ અને ઇન્ટેલિજન્ટ છે. પરંતુ એ એક એવી ગેમની શરૂઆત કરે છે જેમાં શરૂઆતમાં સફળતા તો મળે છે પણ પાછળથી પોતાના જ ચક્રવ્યુહમાં ફસાતી જાય છે. હવે આ ગેમમાંથી કેવી રીતે બહાર નીકળવું એની ગેમ શરૂ કરે છે.
એમાં કેટલી સફળતા મળે છે એ માટે તો તમારે ફિલ્મ જોવી પડશે. પરંતુ એક વાત હું ચોક્કસ કહીશ કે ફિલ્મમાં જે રોમાંચક ટ્વિસ્ટની સાથે પળે પળે ઉત્સુકતા વધે છે એનું પૂરૂં શ્રેય લેખક – દિગ્દર્શક પરેશ વિનોદરાય સવાણીને જાય છે. આટલા વરસોના દક્ષિણની ફિલ્મોના અનુભવના આધારે હું ચેલેન્જ સાથે કહી શકું છું કે ફિલ્મની શરૂઆતથી અંત સુધી દર્શક સીટ સાથે જકડાયેલો રહેશે. સાઉથની સફળ હીરોઇન હોવા છતાં બૉલિવુડમાં પરેશ વિનોદરાય સવાણી જેવા નવોદિત દિગ્દર્શકની ફિલ્મ કેમ પસંદ
કરી?
ફિલ્મની વાર્તા. મારો જવાબ તમને કદાચ ટિપિકલ પણ સ્ટોરી એટલી જબરજસ્ત છે કે મારામાં ના પાડવાની હિંમત જ ન થઈ. અને બીજી મહત્ત્વની વાત, આજે હીરોઇનોને કેન્દ્રમાં રાખી કેટલી ફિલ્મો બને છે એ તો તમને ખ્યાલ હશે જ. ગેમ ઓવરમાં સનાયાનું પાત્ર ભજવતી વખતે મને દરેક શેડ્સ દર્શાવવાનો અવસર મળ્યો. તમે નહીં માનો પણ હું મારી જાતને લકી માનું છું કે ગેમ ઓવર માટે મારી પસંદગી કરવામાં આવી. એ માટે હું નિર્માતા ડી. વાસુ, બ્રિજેશ ઠક્કર અને પરેશ વિનોદરાય સવાણીનો આભાર માનીશ.
ગેમ ઓવર પરેશ વિનોદરાય સવાણીની ભલે લેખક-દિગ્દર્શક અને નિર્માતા તરીકે પહેલી ફિલ્મ હોય પણ ટીવી ઇન્ડસ્ટ્રીમાં ઘણું જાણીતું નામ છે. પરેશની કરિયર બાલાજી ટેલિફિલ્મની સુપરહિટ સિરિયલ ક્યોંકી સાસ ભી કભી બહુ થી થઈ હતી. ત્યાર બાદ દસ વરસ તેઓ ટેલિવિઝન સિરિયલના લેખક, દિગ્દર્શક અને નિર્માતા તરીકે અનેક હિટ સિરિયલો બનાવી. ફિલ્મ સર્જક બનેલા પરેશ તેમની પહેલી ફિલ્મ ગેમ ઓવર વિશે જમાવે છે કે, ફિલ્મમાં દરેક પાત્ર એક ખેલાડી છે અને દરેક પોતપોતાની ચાલ ચાલી રહ્યા છે. ગેમની મુખ્ય ખેલાડી સનાયા સાવિત્રી (ગુરલીન ચોપરા) એના જીવનની દરેક પળને એક ગેમ – એક એડવેન્ચર તરીકે લે છે અને એની રમતમાં દરેક ખેલાડી આપોઆપ જોડાતા જાય છે. રમત ત્યારે રોમાંચક બને છે જ્યારે નવા ખેલાડી રંગીન અવસ્થી (રાજેશ શર્મા) અને પાંડુરંગ કદમ (યશપાલ શર્મા) જોડાય છે. એક શેર છે તો બીજો સવાશેર. હવે ગેમ એક એવા રામાંચક મોડ પર આવે છે જ્યાં ખેલાડીની દરેક ચાલ પર ગેમ બીજા લેવલ પર પહોંચી જાય છે અને દરેક ચાલની સાથે અગાઉની ચાલનું સસ્પેન્સ ખુલતું જાય છે. દર્શકને ખ્યાલ પણ નહીં આવે કે ક્યો ખેલાડી કઈ ચાલ ચાલ્યો છે અને કેમ? જ્યારે ગેમ આખરી પડાવમાં પહોંચે છે ત્યારે જાણ થાય છે કે આ ગેમ શું છે અને એનો માસ્ટર પ્લાનર કોણ છે? અને જ્યારે ગેમનો માસ્ટર સ્ટ્રોક મારવામાં આવે છે ત્યારે દરેક ખેલાડી ચોંકી ઊઠે છે. ફિલ્મનો દરેક પડાવ ઉત્સુકતા અને રોમાંચ પેદા કરે છે. ગેમ ઓવર આજની પરિસ્થિતિને રજૂ કરે છે. ફિલ્મ માત્ર ને માત્ર દર્શકોના મનોરંજનના ઉદ્દેશથી જ બનાવાઈ છે. ફિલ્મના નિર્માતા ડી. વાસુ અને બ્રિજેશ ઠક્કરના જણાવ્યા મુજબ ગેમ ઓવરને ફ્રેન્ચાઇઝી તરીકે બનાવાઈ છે જેથી દર્શકો આગળ ઉપર પણ આ એડવેન્ચર ગેમની મજા માણી શકે.
17 નવેમ્બરે દેશભરમાં રીલિઝ થઈ રહેલી ગેમ ઓવરના ખેલાડીઓ છે યશપાલ શર્મા, રાજેશ શર્મા, રાકેશ બેદી, ગુરલીન ચોપરા, અલી મુગલ, પ્રસાદ શિકરે, અરહામ અબ્બાસી, જીશાન ખાન, ઉમેશ બાજપેયી, ફાલ્ગુની રાજાણી, સાગર કાલે અને પ્રવેશિકા ચૌહાણ.