હેપી બર્થ ડે Juhi Chawla નો 50 બર્થડે

Widgets Magazine

13 નવેમ્બર 1967માં પંજાબના લુધિયાનામાં જન્મેલી જૂહી ચાવલા 1984માં ફેમિના મિસ ઈંડિયા બની હતી. મંસૂર અલી ખાના ડાયરેક્શનવાળી ફિલ્મ કયામત સે કયામત તકમાં કામ કરીને જૂહીએ બોક્સ ઓફિસના તમામ રેકોર્ડ તોડી નાખ્યા અને આ રીતે એક સ્ટારનો ઉદય થયો. આમિર-જૂહી હોટેસ્ટ જોડી તરીકે જાણીતી થઈ. તેમણે તે પછી સાથે બીજી અનેક ફિલ્મો કરી જેવી કે 'તુમ મેરે હો' અને 'લવ લવ લવ' પણ કમનસીબે આ ફિલ્મો લોકોને પસંદ ન આવી. 

આ પછી જૂહી ચાવલાએ ઘણી સામાન્ય ફિલ્મો કરી જેવી કે સીઆઈડી, શાનદાર, સનમ બેવફા, ગૂંજ, રાધા કા સંગમ. ત્યારબાદ જૂહી ચાવલાની ધર્મેશ મલ્હોત્રાની દ્વારા નિર્દેશિત ફિલ્મ 'લૂંટેરે'આવી જે હિટ ફિલ્મ સાબિત થઈ. આ ફિલ્મમાં જૂહી ચાવલા પર ફરમાવેલુ ગીત જેમા જૂહીએ માત્ર શર્ટ પહેર્યુ હતુ તે હોટ ફેવરેટ ગીત સાબિત થયુ.

ત્યારબાદ તેણે પોતાની બીજી ઈનિંગમાં 'બોલ રાધા બોલ', હમ હૈ રાહી પ્યાર કે, રાજુ બન ગયા જેંટરલમેન જેવી ફિલ્મો આપી. આ ફિલ્મોએ જૂહી ચાવલાને માધુરી દીક્ષિત અને શ્રીદેવી જેવી એ ગ્રેડની હીરોઈનોની હરોળમાં લાવીને ઉભી કરી. ફિલ્મ 'ડર' અને 'રાજુ બન ગયા જેંટલમેન' જેવી ફિલ્મો દ્વારા લોકોએ જૂહી-શાહરૂખના રોમાંટિક કપલને પણ ખૂબ પસંદ કર્યુ.

આજે જૂહી ચાવલા પોતાના ભવિષ્યના પ્રોડક્શન વર્કમાં વ્યસ્ત છે. તેન વ્યસ્ત જીવનમાં આજે તે માત્રે એવી જ ફિલ્મો કરવા તૈયાર છે જેમાં તેને કંઈક વિશેષ કરવા મળે. જાણીતા ઉદ્યોગપતિ જય મહેતા સાથે લગ્ન કરીને ઘર વસાવનાર જૂહી બે બાળકોની માતા છે. જૂહીને તેના જન્મદિવસ પર શુભેચ્છા.Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

બોલીવુડ

news

Padmavati- સંજય લીલા ભણશાલીની પદ્માવતીએ શા માટે આગમાં કૂદી

સંજય લીલા ભણસાલી નિર્મિત ‘પદ્માવતી’ અલાઉદ્દીન ખિલજી સાથે મહારાજા રતનસિંહ અને રાણી ...

news

આ છે દક્ષિણ ભારતીય ફિલ્મોની 3 સૌથી અમીર અભિનેત્રી

અનુષ્કા શેટ્ટી દક્ષિણની સૌથી મોંઘી એક્ટ્રેસ ગણાય છે. બાહુબલીની સફળતા પછી તેમની એક ફિલ્મની ...

news

"તુમ્હારી સુલ્લુ'" ના ગીત "હવા હવાઈ" 2.0માં ધૂમ મચા રહી વિદ્યા બાલન

વિદ્યા બાલનની બહુપ્રતીક્ષિત ફિલ્મ તુ "તુમ્હારી સુલુ" ના નવું ગીત "હવા હવાઈ"2.0 રીલીજ કરી ...

news

Happy Birthday-અમજદ ઝકરિયા ખાનનો જન્મદિવસ

અમજદ ઝકરિયા ખાનનો જન્મ ૧૨ નવેમ્બર ૧૯૪૦ના રોજ થયું હતું. ભારતીય અભિનેતા અને દિગ્દર્શક હતા

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine