મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 23 એપ્રિલ 2018 (10:28 IST)

સાઉથની આ ફિલ્મએ બાહુબલી કરતા વધુ કરી કમાણી !!

સાઉથના સુપરસ્ટાર મહેશ બાબૂ વર્તમાન દિવસોમાં પોતાની ફિલ્મ 'ભરત અને નેનુ' ને લઈને ખૂબ ચર્ચામાં છે. ફિલ્મને રજુ થઈને બે દિવસ થઈ ચુક્યા છે અને ફક્ત બે દિવસમાં જ ફિલ્મએ 100 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. મહેશ બાબૂની ફિલ્મ ભારત અને નેનુ 2018ની સૌથી જલ્દી 100 કરોડ કમાવનારી ફિલ્મ બની ગઈ છે. ફિલ્મએ પહેલા જ દિવસે અનેક રેકોર્ડ તોડ્યા છે. ફિલ્મની સક્સેસને લઈને મહેશ બાબૂ ખૂબ ખુશ છે.  
ફિલ્મને લઈને પહેલાથી જ ફેંસમાં ખૂબ ક્રેઝ જોવા મળી રહ્યો હતો. એવુ કહેવાય રહ્યુ હતુ કે ફિલ્મ બાહુબલીથી પણ મોટી હિટ સાબિત થશે. ફિલ્મએ રજુ થતા પહેલા જ 103 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી લીધો છે.  ફિલ્મ 20 એપ્રિલ મતલબ શુક્રવારે જ રજુ થઈ છે અને બાહુબલી ફ્રેંચાઈજીને છોડીને ટૉલીવુડની સૌથી જલ્દી 100 કરોડ કમાવનારી ફિલ્મની લિસ્ટમાં સામેલ થઈ ગઈ છે.