બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By નવી દિલ્હી.|
Last Modified: શુક્રવાર, 22 ડિસેમ્બર 2017 (10:49 IST)

First Look : બાલ ઠાકરેની બાયોપિક 'ઠાકરે' માં નવાજુદ્દીનનો શાનદાર અપિયરેંસ

નવાજુદ્દીન સિદ્દીકી નવી રજુઆત સાથે દર્શકો સામે આવવા માટે તૈયાર થઈ ગયા છે. ઉર્દુ લેખક મંટોની બાયોપિક કર્યા પછી નવાજુદ્દીન સિદ્દીકી એક બાયોપિકમાં જોવા મળવાના છે અને તેનુ ફર્સ્ટ લુક રજુ પણ થઈ ગયુ છે નવાજુદ્દીન સિદ્દીકી શિવ સેનાના સંસ્થાપક બાલ ઠાકરે બનીને સિલ્વરસ્ક્રીન પર આવી રહ્યા છે. જો કે એવુ કહેવાય રહ્યુ હતુ કે નવાજુદ્દીન સિદ્દીકી આ ફિલ્મને નથી કરી રહ્યા. પણ ટીઝર આવ્યા પછી બધી અટકળો પર વિરામ લાગી ગયો છે. શાનદાર એક્ટર નવજુદ્દીન સિદ્દીકીની ફિલ્મમા ગેટઅપ પણ કમાલ છે અને તેઓ ટીપીકલ બાલા સાહેબ ઠાકરે જેવા જ લાગી રહ્યા છે. 
 
ઠાકરે નામ ની આ ફિલ્મને અભિજીત ફાંસેએ ડાયરેક્ટ કર્યો છે અને તેને સંજય રાઉતે પ્રેજેંટ કર્યુ છે. ટીઝરની શરૂઆત જ રમખાણોના સીન સાથે થાય છે જેમા એક રડતા બાળકને બતાવ્યુ છે. જેની પાસે એક પેટ્રોલ બોમ્બ આવીને ફાટે છે અને ત્યારબાદ રમખાણોનો સીન આવી જાય છે.  તેમા નવાજુદ્દીન સિદ્દીકી બાળા સાહેબના રોલમાં દેખાય રહ્યા છે અને એકદમ તેમના જ અંદાજમાં અપાર જનસમૂહનુ અભિવાદન કરતા દેખાય રહ્યા છે.