Padmavati- સંજય લીલા ભણશાલીની પદ્માવતીએ શા માટે આગમાં કૂદી

સોમવાર, 22 જાન્યુઆરી 2018 (13:58 IST)

Widgets Magazine
padmavati movie still

 
 
સંજય લીલા ભણસાલી નિર્મિત ‘પદ્માવતી’ અલાઉદ્દીન ખિલજી સાથે મહારાજા રતનસિંહ અને રાણી પદ્માવતીનો છે. ફિલ્મમાં રાણી પદ્માવતી તથા મધ્યયુગના દિલ્હી શાસક અલાઉદ્દીન ખિલજીના પાત્રો વચ્ચેના કોઈ રોમેન્ટિક એન્ગલને બદલે રાજપૂતોની બહાદુરી પર ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. ફિલ્મના શૂટિંગ વખતે રાજપૂત સમુદાયના એક ગ્રુપ, કરણી સેનાએ કરેલા હિંસક વિરોધનું આ પરિણામ હોય એવું લાગે છે.
Deepika Padmavati
રાણી પદ્માવતીનો રોલ ભજવનાર દીપિકા પદુકોણ રાજપૂતની શાન અને ઠસ્સો બતાવી રહી છે. રાજપૂત રાજા મહારાવલ રતનસિંહની ભૂમિકામાં શાહિદ કપૂર પણ જામે છે. આખા ટ્રેલરમાં માત્ર બે જ ડાયલોગ છે, જે બંનેમાં રાજપૂતની શાનનાં ગુણગાન છે. એક ડાયલોગ રાજા રતન સિંહનો છે અને બીજો રાણી પદ્માવતીનો. દીપિકાને અપાયેલો આ ડાયલોગ છેઃ ‘રાજપૂતી કંગન મેં ઉતની હી તાકત હૈ જીતની રાજપૂત તલવાર મેં હૈ…’
રણવીરના ચહેરાનો લૂક ગજબનો પ્રસ્તુત કરવામાં આવ્યો છે. નાયક હોવા છતાં રણવીર આ પાત્રમાં ખલનાયક તરીકે પોતાને પ્રશંસનીય રીતે બતાવી શક્યો છે.  ખિલજીનો ઘમંડ, એની તાકાત, એનો ગુસ્સો આ બધું જ બતાવવામાં આવ્યું છે.
 
રાણી પદ્માવતી અને રાજા રતનસિંહના રોલમાં દીપિકા અને શાહિદ એકદમ સરસ છે. તેમ છતાં ખિલજીના રોલ સામે આ બંનેનાં રોલને ફિક્કો પડી જશે એવું ટ્રેલર પરથી લાગે છે.
 
ઈતિહાસની વિગત મુજબ, 28મી જાન્યુઆરી 1303માં અલાઉદ્દીન ખિલજી ચિત્તોડ પર ચઢાઈ કરે છે. એ લડાઈ 8 મહિના સુધી ચાલી હતી. એ યુદ્ધનું કારણ રાણી પદ્માવતી હતી.
 
રાણી પદ્માવતી સૌંદર્યનો અંબાર હતી.અલાઉદ્દી ખિલજી રાણી પદ્માવતીનાં રૂપ પર મોહી પડ્યો હતો. એને હાંસલ કરવા માટે એ કોઈ પણ હદે જવા તૈયાર થયો હતો અને માટે જ એણે ચિતૌડ પર હુમલો કર્યો હતો.રાણીની સાથે અંદાજે 16000 મહિલાઓ જૌહર કરે છે. રાણી પદ્માવતી પોતાનો નિર્ણય જાહેર કરે છે ત્યારે કિલ્લામાં સન્નાટો વ્યાપી જાય છે. ખિલજીની સૌંદર્ય પિપાસાને તાબે થવાના બદલે રાણી પદ્માવતી કેસરીયા કરે છે. એક દર્દનાક ઘટના ઈતિહાસનાં પાને કાળા અક્ષરે લખાઈ જાય છે.
 
ખિલજીએ એક યોજના ઘડી હતી અને રાજા રતનસિંહને એક પ્રસ્તાવ મોકલ્યો હતો કે પોતે એમની સાથે દોસ્તી કરવા માગે છે અને રાણી પદ્માવતીનાં બહુ વખાણ સાંભળ્યા છે તો પોતે એને એક વાર જોવા માગે છે. પોતે મિત્ર તરીકે અમુક સિપાહીઓની સાથે ચિતૌડગઢમાં પ્રવેશ કરવા માગે છે એવું તેણે કહ્યું હતું. પણ એમાં ખિલજીની ગુપ્ત ચાલ હતી. રતન સિંહે એની વાત માની લીધી હતી અને ખિલજીએ એની ચાલ મુજબ રતનસિંહને પકડીને કેદ કરી દીધા હતા. એણે એ શરતે એને છોડવાનું કહ્યું હતું કે જ્યાં સુધી રાણી પદ્માવતી પોતાના પડાવમાં નહીં આવે ત્યાં સુધી પોતે રતનસિંહને નહીં છોડે. સામી બાજુ, રાણી પદ્માવતીએ પણ એક ચાલ રમી હતી. એણે કહેવડાવ્યું કે પોતે એક વાર રાજા રતનસિંહને મળવા માગ એણે પોતાની અને દાસીઓની ડોલીમાં સૈનિકોને મોકલી દીધા હતા, જેમણે ખિલજીના પડાવમાં પહોંચતાવેંત હુમલો કર્યો હતો. એનાથી ખિલજી ભડક્યો હતો અને ચિતૌડના કિલ્લા પર ચઢાઈ કરી હતી. એણે ઘણા દિવસો સુધી કિલ્લાને ઘેરી રાખ્યો હતો, પરિણામે રાજપૂતી કિલ્લામાં ખાવા-પીવાનો પુરવઠો ખતમ થવા આવ્યો હતો. ત્યારબાદ જ્યારે કિલ્લામાંના લોકોએ ખિલજી સાથે સમાધાન કરવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે રાણી પદ્માવતીએ આગમાં કૂદીને પોતાનો જાન આપી દીધો હતો.
 Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
સંજય લીલા ભણશાલી પદ્માવતી ઈતિહાસ રાજપૂત અલાઉદ્દીન ખિલજી Padmavati Rajputs Trailer Allaudin Khilji Deepika Padukone Ranveer Singh Shahid Kapoor Rajput Queen Sanjay Leela Bhansali

Loading comments ...

બોલીવુડ

news

અર્શી ખાનને મળી ફિલ્મ બાહુબલી પ્રભાસ થશે હીરો

બિગ બૉસમાં ધમાલ મચાવ્યા પછી અર્શી ખાનના સારા દિવસ શરૂ થઈ ગયા છે. સારા દિવસોની વાત આ માટે ...

news

‘પદ્માવત’ રીલીઝ થઈ તો થિયેટરોને આગ ચાંપી દઈશુ - કરણીસેનાની ખુલ્લી ચીમકી

સંજય લીલા ભણશાલીની પદ્માવતને ભલે સુપ્રીમ કોર્ટે થિયેટરમાં રીલીઝ કરવા માટે લીલી ઝંડી આપી ...

news

કરિયરના શરૂઆતી દિવસોમાં મારી સાથે શારીરિક શોષણ થયું- કંગના રનૌત

કંગના રનૌત આજે ઈંડસ્ટ્રીમાં જે મુકામ પર છે . ત્યાં પહોંચવુ દરેક છોકરીનો સપનો જેવો જ છે. ...

news

ગુજરાત સાથે આ રાજ્યોમાં પણ રિલીઝ થશે ફિલ્મ 'પદ્માવત', સુપ્રીમે હટાવ્યો પ્રતિબંધ

ગુજરાત સહિતના પાંચ રાજ્યોમાં 'પદ્માવત'ની રિલીઝ પર પ્રતિબંધ મૂક્યો હતો.જેની સામે ફિલ્મના ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine