રાજકોટમાં પદ્માવત ફિલ્મનો વિરોધ, હાઇવે પર ટાયર સળગાવ્યા

શુક્રવાર, 19 જાન્યુઆરી 2018 (11:37 IST)

Widgets Magazine
film padmavat


સુપ્રીમ કોર્ટે ફિલ્મને રિલિઝ કરવાની મંજૂરી આપી દીધી છે. જો કે, ક્ષત્રિય સમાજે આ ફિલ્મને કોઈ પણ કાળે રિલિઝ ન કરવા દેવાની ચિમકી ઉચ્ચારી છે. તેના ભાગરૂપે ગુરુવારે રાત્રિના 10 વાગ્યે નજીક માલિયાસણ પાસે હાઈ-વે પર ટાયરો સળગાવીને ક્ષત્રિય સમાજના યુવાનોએ વિરોધ કર્યો હતો. આથી વાહનોના ચક્કાજામ થઈ ગયા હતા. રાજકોટમાં રાત્રે કેસરિયા સાફા બાંધી જય ભવાનીના નાદ સાથે વિશાળ બાઈક રેલી નીકળી હતી.
padmavat

પદ્માવત ફિલ્મના મુદ્દે કરણીસેના અને ક્ષત્રિય સમાજ આરપારની લડાઇ લડવાના મૂડમાં હોવાનું સૌરાષ્ટ્રના પ્રભારીએ જણાવ્યું હતું. શુક્રવારે પુસ્કરધામ મેઇન રોડ પર આવેલા તીર્થ પાર્ટી પ્લોટમાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટની તમામ સિનેમાના માલિકો ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના આગેવાનોને ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામાં આવ્યું છે. સિનેમાલિકોને સમજાવવામાં આવશે તે કે પદ્માવત ફિલ્મ સમગ્ર ક્ષત્રિય સમાજ માટે કલંક છે અને જો આ ફિલ્મ રિલિઝ થશે તો ભારતના ઇતિહાસ સાથે ચેડાં સમાન ગણાશે. આથી સિનેમાલિકોએ પદ્માવત ફિલ્મ રિલિઝ કરવી ન જોઇએ. દરમિયાન રાત્રીના 11:00 વાગ્યે રાજપૂત સમાજના યુવાનોએ પદ્માવત ફિલ્મના વિરોધમાં કિસાનપરા ચોકમાં સુત્રોચ્ચાર પણ કર્યા હતા. આમ છતાં જો સિનેમાલીકો ફિલ્મ રજૂ કરશે ત્યારબાદની સંપૂર્ણ જવાબદારી સિનેમાલિકોની રહેશે. કરણીસેના અને ક્ષત્રીય સમાજ આ ફિલ્મને કોઇ પણ ભોગે રિલિઝ થવા નહીં દે અને તેના માટે બલીદાન આપવાની પણ તૈયારી દાખવી હતી.
padmavatWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ગુજરાતની જીવાદોરી નર્મદામાં પાણી ખૂટતાં રાજ્ય સરકારે તાકીદે બેઠક બોલાવી

ગુજરાતની 66 ટકા વસ્તી પીવાના પાણી માટે જેના પર આધારિત છે તે નર્મદા ડેમમાં પાણીનો જથ્થો ...

news

આ મહિલાએ કર્યા ભૂત સાથે લગ્ન( આ વીડિયો જરૂર જુઓ)

મિત્રો તમે ભૂત વિશે તો ઘણુ સાંભળ્યુ હશે પણ શુ તમે ક્યારેય એવુ સાંભળ્યુ છે કે ભૂત સાથે કોઈ ...

news

સુપ્રિમ કોર્ટના ચુકાદાના અભ્યાસ બાદ ગુજરાતમાં પદ્માવત રિલિઝ થશે - ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા

દેશભરમાં વિવિધ રાજ્યો પર પદ્માવત ફિલ્મના પ્રદર્શન પર લગાવવામાં આવેલા પ્રતિબંધને આજે ...

news

વડોદરામાં 100 જેટલા યહૂદી પરિવારો રહેતા હતા, છ દાયકા અગાઉ વડોદરામાં ક્રિકેટ, ટેબલ ટેનિસ રમતા

ભારત-ઇઝરાયેલ વચ્ચેની ભાઇબંધીનો નવો અધ્યાય શરૃ થયો હોવાની વાત થઇ રહી છે ત્યારે વડોદરામાં ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine