સુપ્રિમ કોર્ટના ચુકાદાના અભ્યાસ બાદ ગુજરાતમાં પદ્માવત રિલિઝ થશે - ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા

padmavat
Last Modified ગુરુવાર, 18 જાન્યુઆરી 2018 (15:57 IST)

દેશભરમાં વિવિધ રાજ્યો પર ફિલ્મના પ્રદર્શન પર લગાવવામાં આવેલા પ્રતિબંધને આજે સુપ્રિમ કોર્ટે ઉઠાવી લીધો હતો. આ પ્રશ્ને રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ મીડિયાને જણાવ્યું હતું કે, ગુજરાતમાં હાલ પદમાવત ફિલ્મ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. પરંતુ સુપ્રિમ કોર્ટે આજે આપેલા ચુકાદાનો અભ્યાસ કર્યા બાદ અને વચગાળાના સ્ટે અંગેની વિગતો અને જાણકારી મેળવ્યા બાદ નિર્ણય લેવામાં આવશે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો હતો તે દરમિયાન રાજપૂતો અને કરણીસેનાએ રજૂઆત કરતાં આ ફિલ્મ પર પ્રતિબંધ લાદતી જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી હતી. ફિલ્મનું નામ પદમાવતીથી બદલીને પદ્માવત કરવાની આવ્યું હતું તેમજ ફિલ્મમાં ઢગલાબંધ કટ આપીને ફિલ્મ તૈયાર ક
રીને રીલિઝ કરવાની ફિલ્મ નિર્માતા તૈયારીઓ કરી રહ્યા હતા ત્યાંજ ગુજરાતમાં ફરીવાર પ્રતિબંધની ગયા અઠવાડિયે મુખ્યમંત્રી રૂપાણીએ જાહેરાત કરી હતી.


આ પણ વાંચો :