મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 6 જુલાઈ 2021 (12:51 IST)

આલિયા ભટ્ટ સાથે રણવીર સિંહે શેયર કર્યુ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' નુ ટીઝર

બોલીવુડ અભિનેતા રણવીર સિંહ પોતાનો 36મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ અવસર પર પોતાના ચાહકોને એક ખાસ ભેટ આપી છે. જેને જાણ્યા અને જોયા પછી તેમના ફેંસનુ દિલ ખુશીથી જુમી ઉઠશે. રણવીરે પોતાના ચાહકો માટે ઈંસ્ટાગ્રામ એકાઉંટ પર પોતાની અપકમિંગ ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'  ની પ્રથમ ઝલક (ટીઝર) શેયર કર્યુ છે. 
 
આલિયા-રણવીરને ફરીથી જોવા માટે ફેંસ થયા બેતાબ 
 
રણવીર દ્વારા પોસ્ટ કરવાથી તેના ચાહકો એક્સાઈટેડ થઈ રહ્યા છે અને ખૂબ રિસ્પોંસ આપી રહ્યા છે. આ  પોસ્ટ વાયરલ થઈ છે. તેમની પોસ્ટ  દ્વારા હવે સાબિત થઈ ગયુ છે કે ફેંસ એકવાર ફરી રણવીર સિંહ સાથે આલિયા ભટ્ટની જોડી જોવા કેટલા બેતાબ છે.. આ જોડી અગાઉ ફિલ્મ 'ગલી બોય' માં જોવા મળી હતી. આ ફિલ્મ ખૂબ જ હિટ રહી હતી.

 
મારા સ્પેશલ દિવસ પર એક સ્પેશલ જાહેરાત - રણવીર સિંહ 
 
ફિલ્મના ટીઝરને ઈસ્ટાગ્રામ પર શેયર કરતા રણવીર સિંહે કૈપ્શનમાં લખ્યુ, 'મારા વિશેષ દિવસે એક ખાસ જાહેરાત! પ્રસ્તુત છે - રોકી ઔર રાની કી પ્રેમ કહાની 'મેરી ડેઝલિંગ સુપરનોવા આલિયા ભટ્ટ સાથે, નિર્દેશિત કરણ જોહર અને નિર્દેશિત ઇશિતા મોઇત્રા, શશાંક ખેતાન અને સુમિત રોય'. દ્વારા લખાયેલ