શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ચાઇલ્ડ કેર
Written By
Last Modified: ગુરુવાર, 13 ઑક્ટોબર 2022 (16:54 IST)

શુ તમારા બાળકોને ફોનની લાગી છે લત ? તો આ રીતે છોડાવો આદત

online education
કોરોના મહામારી પહેલા આપણી લાઈફ મશીન જેવી હતી પણ તે વખતે એક શાંતિ હતી કે બાળકો માટે ફોનનો ઉપયોગ બહુ દૂરની વાત હતી. એટલે કે બાળકો મેંટલી પ્રિપેયર હતા કે તેમને ફોન હાલ નહી એક એજ પછી જ મળશે. માતા-પિતાનો ફોન પણ તેમના હાથમાં ભાગ્યેજ આવતો હતો પરંતુ કોરોના પછી ઓનલાઈન અભ્યાસના ચક્કરમાં માતા પિતાએ હોશે હોશે 7-8 વર્ષના બાળકોને અપડેટેડ ફોનથી લઈને મોટા બાળકોને લેપટોપ જેવા ગેઝેટ્સ હાથમાં પકડાવી દીધા. જેનો બે વર્ષ અભ્યાસના નામે બાળકોએ ભરપૂર ઉપયોગ અને દુરુપયોગ કર્યો. આજે બધુ પહેલા જેવુ થઈ  ગયુ છે પણ બાળકોની ફોન હાથમાં પકડવાની ટેવ હજી ગઈ નથી. 
 
દરેક માતા-પિતાની ફરિયાદ હોય છે કે તેમના બાળકો આખો દિવસ મોબાઇલ પર વળગી રહે છે. જોકે આનું કારણ એ પણ છે કે માતા-પિતા પોતે પણ છે. ઘણા માતાપિતા મોટાભાગે મોબાઇલમાં વ્યસ્ત રહે છે અને પરિવાર સાથે ક્વોલિટી ટાઇમ પસાર કરવાને બદલે મોબાઇલ પર મનોરંજનનું બહાનું શોધતા રહે છે. એટલું જ નહીં, ઘણા માતા-પિતા નાની ઉંમરમાં જ મોબાઈલ હાથમાં પકડાવી દે છે અને બાદમાં જ્યારે બાળકો તેનાથી ટેવાઈ જાય છે તો તેનાથી છુટકારો મેળવવા માટે મહેનત કરવા લાગે છે. 
 
તમે બાળકોને પ્રકૃતિની જેટલી નજીક લાવશો, તેટલા જ તેઓ મોબાઈલ ફોનથી દૂર રહેશે. તેમને જણાવવું જોઈએ કે આપણા જીવનમાં કુદરતી વસ્તુઓનુ શું મહત્વ છે. તેમને પ્રકૃતિની સુંદરતાનો પરિચય કરાવવા માટે કોઈ પાર્ક, તળાવ અથવા હિલ સ્ટેશનની મુલાકાત લેવાનો પ્લાન બનાવો.
 
આ પ્રયત્નો છતાં પણ બાળક મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાનું ન ટાળે, તો તેને કડકાઈથી સમજાવો અને તેમના હાથમાં મોબાઈલ આપવાનું ટાળો. આ સાથે મોબાઈલમાં પાસવર્ડ નાખો જેથી બાળકો ફોનનો ઉપયોગ ન કરે.
 
બાળકનું ધ્યાન ભટકાવવા માટે તેમને નાની ઉંમરે મોબાઇલ આપવાનું ટાળો. સ્ક્રીન ટાઇમ માટે ટીવીનો ઉપયોગ કરો.
 
 છેલ્લા લગભગ બે વર્ષમાં કોરોનાના કારણે બાળકો ઘરોમાં કેદ થયા છે. સ્વાભાવિક છે કે તેમનામાં મેદાની રમતો રમવાની ટેવ ઘટી ગઈ છે. આવી સ્થિતિમાં તેમને ઘરની બહાર જઈને ફરીથી મેદાનમાં રમવા માટે પ્રેરિત કરવા જરૂરી છે. જો શક્ય હોય તો, તેમની સાથે કેટલીક આઉટડોર રમતોમાં જાતે વ્યસ્ત રહો. અને તેઓને નવી નવી રમતો રમાડતા રહો જેથી મોબાઈલ તરફ બાળક વધુ આકર્ષે નહી