સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ચાઇલ્ડ કેર
Written By
Last Modified: મંગળવાર, 3 એપ્રિલ 2018 (16:28 IST)

ચાઈલ્ડ કેયર - બાળકો માટે ખૂબ જ કામના છે આ ઘરેલુ ઉપાયો

નાના બાળકોની દેખરેખ કરવી ખૂબ જ મુશ્કેલ હોય છે. ભલે તમે તેમની કેટલી પણ દેખરેખ કરી લો. છતા પણ તેમને શરદી-તાવ, ઝાડા જેવી સમસ્યાઓ થતી રહે છે.  નાના બાળકોને આ પરેશાનીઓથી બચાવવા માટે વારે ઘડીએ દવાઓ ખવડાવવી યોગ્ય નથી. આવામાં કેટલાક ઘરેલુ ઉપાયોનો ઉપયોગ કરીને આ નાની-મોટી બીમારીઓની સારવાર કરી શકાય છે. 
 
1. બાળકોના ગળામાં ખરાશ થતા તેમને થોડુ મધ ચટાવી દો.  તેને ખાવાથી બાળકોના ગળાની ખારાશ એકદમ જ દૂર થઈ જશે. 
 
2. જ્યારે પણ બાળકોને એડકી આવે તો તેને એક ચમચી ખાંડ ખવડાવી દો. તેનાથી ડાયફરગ્રામની માંસપેશીઓને તરત રાહત મળે છે અને એડકી આવવી બંધ થઈ જાય છે. 
 
3. બાળકોની ખંજવાળ દૂર કરવા માટે તેમના નહાવાના પાણીમાં ઓટ્સ મિક્સ કરી દો. તેનાથી બાળકોને ખંજવાળથી રાહત મળશે. આ ઉપરાંત ચિકનપોક્સ થતા બાળકોને ઓટમીલથી નવડાવતા રહો. તેનાથી તેમને ખંજવાળથી આરામ મળશે. 
 
4. પેટનો દુખાવો થતા બાળકોને થોડી હિંગ ચટાવી દો. તમે ચાહો તો તેમના પેટ પર પણ હિંગ લગાવી શકો છો. તેને લગાવવાથી થોડી જ વારમાં બાળકોના પેટનો દુખાવો ઠીક થઈ જશે. 
 
5. જો બાળકોને શરદી-તાવ થાય તો તેમને સાજા કરવા માટે હળદરવાળુ દૂધ પીવડાવી દો. આ દુધને પીવાથી થોડાક જ સમયમાં તમારુ બાળક હસતુ-રમતું જોવા મળશે. 
 
6. બાળકોના હાજમા માટે લીંબૂ ખૂબ લાભદાયક છે. જ્યારે પણ બાળકોને અપચો કે ઉલ્ટી થાય તો લીંબૂ ચટાડી દો.