બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. દિલ્લી કોમનવેલ્થ 2010
Written By ભાષા|

ભારતે બુધવારે છ સુવર્ણ પદક જીત્યા

N.D
ભારતીય નિશાનેબાજોએ 19મા કોમનવેલ્થ ગેમ્સના બીજા દિવસે પણ 'મિશન ગોલ્ડ' રજૂ કરતા ત્રણ પીળા પદક પોતાના પલડાંમાં નાખ્યા, જ્યારે કે રાજેન્દ્ર કુમાર(કુશ્તી) અને રેણુબાલા(વેટલિફ્ટિંગ)એ ભારતને સુવર્ણ પદકોની સંખ્યા 11 સુધી પહોંચાડીને બીજા નંબર પર તેનો દાવો યથાવત રાખ્યો.

નિશાનેબાજીમાં સુવર્ણ પદક ગોલ્ડન બોય ગગન નારંગે જીત્યો જેને દસ મીટર એયર રાઈફલ એકલ વર્ગમાં પોતાના હમવતન અને બીજિંગ ઓલોમ્પિક સુવર્ણ પદક વિજેતા અભિનવ બિંદ્રાને હરાવ્યા. બંનેયે ગઈકાલે પેયર્સમાં ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યુ હતુ.

ભારતને બીજુ સુવર્ણ 25 મીટર પિસ્ટલ એકલમાં અનિસા સૈયદે અપાવ્યુ. તેના સાથી સર્નાબત રાહી બીજા સ્થાન પર રહી. બંનેયે ગઈકાલે ટીમ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યુ હતુ. પુરૂષોની 50 મીટર પિસ્ટલ સ્પર્ધાએ એકલ વર્ગમાં ઔકાર સિંહે સુવર્ણ પદક જીત્યુ. બીજી બાજુ ડબલ ટ્રૈપમાં અશેર નોરિયા અને રંજન સોઢી બીજા સ્થાન પર રહ્યા.

કુશ્તીમાં પણ ભારતીયોની સફળતાની પ્રક્રિયા ચાલુ છે, જેમાં 55 કિલો ગ્રીકો રોમન વર્ગમાં આજે રાજેન્દ્ર કુમારે સુવર્ણ પદક જીત્યુ. આ સ્પર્ધામાં ભારતનો આ ચોથો સુવર્ણ છે. સુનીલ કુમારે 66 કિલોવર્ગમાં કાંસ્યનો મેડલ જીત્યો.

બીજી બાજુ વેટલિફ્ટિગમાં રેણુબાલાએ સોનુ જીતવાની પ્રક્રિયા શરૂ કરતા 58 કિલોવર્ગમાં પ્રથમ સ્થાન મેળવ્યુ. પુરૂષ વેઈટલિફ્ટિંગમાં રવિ કુમારે નવુ રાષ્ટ્રમંડળ કીર્તિમાન સ્થાપિત કરતા સુવર્ણ પદક જીત્યુ. તેમણે કુલ 321 કિલોગ્રામ વજન ઉઠાવ્યુ.

ભારતે અત્યાર સુધી 11 સુવર્ણ, 8 રજત અને કાંસ્ય પદક થઈ ગયા છે અને તે ઓસ્ટ્રેલિયા પછી બીજા સ્થાન પર છે. નારંગે પોતાના જ 600 અંકના સ્કોરના રેકોર્ડની બરાબરી કરતા બિંદ્રાને હરાવીને પુરૂષોની 10 મીટર એયર રાઈફલ નિશાનેબાજીનો સુવર્ણ પદક જીત્યો, જે આ રમતોમાં તેનો બીજો સુવર્ણ છે.