બુધવાર, 23 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. દિલ્લી કોમનવેલ્થ 2010
Written By ભાષા|

શૂટિંગમાં ભારતને બે સુવર્ણ પદક

નારંગે લગાવી ગોલ્ડન હેટ્રિક

ભારતે આજે અહી કોમનવેલ્થ ગેમ્સની એયર 50મી રાઈફલ થ્રી પોઝીશન નિશાનેબાજી સ્પર્ધામાં સુવર્ણ પદક જીત્યો. ગગન નારંગ અને ઈમરાન હસન ખાને 2325નો સ્કોર બનાવીને રમતનો નવો રેકોર્ડ બનાવ્યો.

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય શૂટિંગ ટીમનુ શાનદાર પ્રદર્શન આજે પણ ચાલુ છે. ભારતે શૂટિંગમાં નવમો સુવર્ણ જીતતા કુલ સુવર્ણની સંખ્યા 17 કરી લીધી. આજના દિવસે ભારતના ખાતામાં આ બીજો સુવર્ણ પદક રહ્યો.

વિજય કુમારને પણ ગોલ્ડ - ભારતીય શૂટિંગ ટીમનુ શાનદાર પ્રદર્શન ચાલુ છે. 25 મીટર રેપિડ ફાયર પિસ્ટલમાં વિજય કુમારને સુવર્ણ અને ગુરપ્રીત સિંહને કાંસ્ય પદક મળ્યો.