શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated :કોલંબો. , મંગળવાર, 1 સપ્ટેમ્બર 2015 (16:21 IST)

વિરાટે રચ્યો ઈતિહાસ, 22 વર્ષ પછી ભારતે શ્રીલંકામાં ટેસ્ટ સીરિઝ જીતી

ટીમ ઈંડિયાએ 22 વર્ષ પછી શ્રીલંકાને તેના જ મેદાન પર ટેસ્ટ શ્રેણીમાં હરાવવામાં સફળતા મેળવી છે. આ જીત એ માટે મહત્વપુર્ણ છે કારણ કે વિરાટ કોહલીની કપ્તાનીમાં ટીમ ઈંડિયા પહેલીવાર ટેસ્ટ શ્રેણી જીતી. મહેમાન ટીમે મેજબાન શ્રીલંકાને જીત માટે 386 રનનું ટારગેટ આપ્યુ હતુ. પણ તેના બધા બેટ્સમેન ઈંડિયન પેસ બેટરી ઈશાંત શર્મા અને અશ્વિનની ફિરકી સામે કશુ ખાસ ન કરી શક્યા અને 268 રન પર પેવેલિયન પરત ફર્યા. ટીમ ઈંડિયાએ આ મેચ 117 રનથી જીતી. 
 
FACTS...
 
- 22 વર્ષ પછી શ્રીલંકાને તેના જ મેદાન પર  હરાવ્યુ 
- 2011 પછી વિદેશમાં પ્રથમ સીરીઝ જીતી 
- ઈશાંત શર્માએ ટેસ્ટ કેરિયરની 200 વિકેટ પુરી કરી 
- વિરાટ કોહલીની કપ્તાનીમાં પ્રથમ શ્રેણી જીત. 
 
5માં દિવસે શ્રીલંકાની સતત વિકેટો પડતી રહી. કપ્તાન મૈથ્યૂઝ (110) અને પરેરા (70)ને છોડી દેવામાં આવે તો કોઈપણ બેટ્સમેન ઈંડિયન બોલર્સ સામે સારી રીતે રમી શક્યા નહી.  5માં દિવસે પ્રથમ વિકેટ કુશલ સિલ્વા (27) ના રૂપમાં પડી.  તેમને ઉમેશ યાદવે ચેતેશ્વર પુજારાના હાથે કેચ આઉટ કરાવ્યા. ત્યારબાદ થિરિમાને (12)ને આર. અશ્વિને લોકેશ રાહુલના હાથે કેચ પકડાવ્યા. કુશલ પરેરા (70)ને આર. અશ્વિને રોહિતના હાથે કેચ કરાવ્યો. પરેરાએ મૈથ્યુઝની સાથે છઠ્ઠી વિકેટ માટે 135 રનની ભાગીદારી કરી.  પરેરાએ 106 બોલમાં 11 ચોક્કા લગાવ્યા. તેની વિકેટ 242 રનના કુલ સ્કોર પર પડી. 
 
મૈથ્યૂઝને ઈશાંતે કર્યો આઉટ 
 
કપ્તાન એંજિલો મૈથ્યૂઝ (110)ને ઈશાંતે ટી પછી પ્રથમ ઓવરમાં એલબીડબલ્યુ આઉટ કર્યો. આ સાથે જે ઈશાંતે પોતાના ટેસ્ટ કેરિયરની 200 વિકેટ પણ પુરી કત્રી. મૈથ્યૂઝે 240 બોલમાં 13 ચોક્કા લગાવ્યા.  મૈથ્યૂઝ આઉટ થતા જ શ્રીલંકાની ટેસ્ટ બચાવવાની આશા ધૂળમાં ભળી ગઈ 

ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલ ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણીની અંતિમ મેચનો આજે અંતિમ દિવસની રમત ચાલી રહી છે. ભારતને આ મેચ અને શ્રેણી જીતવા માટે 7 વિકેટની જરૂર છે.  ભારતે સોમવારે અહી શરૂઆતમાં જ ત્રણ વિકેટ કાઢીને ત્રીજી અને અંતિમ ટેસ્ટ ક્રિકેટ મેચ પર પકડ જમાવવાની સાથે શ્રીલંકાની ધરતી પર 22 વર્ષ પછી ટેસ્ટ શ્રેણી જીતવા તરફ મજબૂત પગલ ઉઠાવે. 
 
મેચની તાજી સ્થિતિ જાણવા માટે લાઈવ સ્કોર કાર્ડ પર ક્લિક કરો 
 
 
ભારતે પોતાના બીજા દાવમાં 274 રન બનાવ્યા નએ આ રીતે શ્રીલંકા સામે જીત માટે 286 રનનુ લક્ષ્ય મુક્યુ જેમા ચોથા દિવસની રમત સમાપ્ત થતા સુધી ત્રણ વિકે/ટ પર 67 રન બનાવ્યા હતા. શ્રીલંકા હજુ પણ પોતાના લક્ષ્યથી 319 રન દૂર છે. જ્યારે કે ભારતને શ્રેણી જીતવા માટે આજે છેલ્લા દિવસે 7 વિકેટ લેવી પડશે. 
 
ભારતે શ્રીલંકાની ધરતી પર અંતિમ વાર 1993માં શ્રેણી જીતી હતી. વર્તમાન શ્રેણી હાલ 1-1થી બરાબર ચાલી રહી છે. ભારતીય ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડવાનુ શ્રેય નીચલા મધ્યક્રમ અને પૂછડિયા બેટ્સમેનોને જાય છે.  પાછળથી ઝડપી બોલરોએ પિચ દ્વારા મળતી મદદનો પુરો ફાયદો ઉઠાવ્યો. ભારતે પોતાના ટોચના ચાર બેટ્સમેન 64 રન પર ગુમાવી દીધા હતા. પણ ત્યારબાદ રોહિત શર્મા (50) સ્ટુઅર્ટ બિન્ની (49) નમન ઓઝા (35) અમિત મિશ્રા (39) અને રવિચંદ્રન અશ્વિન (58)એ શ્રીલંકાને નિરાશ કર્યા. ધમ્મિકા પ્રસાદ અને નુવાન પ્રદિપ બંનેયે ચાર ચાર વિકેટ લીધી.  ત્યારબદ ભારતીય બેટ્સમેનોએ ફરીથી શ્રીલંકાના ટોચના ખેલાડીઓનો પેવેલિયન ભેગા કર્યા. 
 
તેમણે ઓફ સ્ટંપની બહારની લાઈન પર બોલિંગ કરી જેનો ફાયદો મળ્યો. ઉપૂલ થરંગા(શૂન્ય) દિમુથ કરુણારત્ને (શૂન્ય) અને દિનેશ ચાંદીમલ (18) પેવેલિયનમાં બેસી ગયા. સ્ટંપ ઉખાડતી વખતે ઓપનિંગ બેટ્સમેન કૌશલ સિલ્વા 24 અને કપ્તાન એંજેલો મૈથ્યુઝ 22 રન પર રમી રહ્યા હતા. ઈશાંત શર્માએ અત્યાર સુધી 14 રન આપીને બે જ્યારે કે ઉમેશ યાદવે 32 રન આપીને એક વિકેટ લીધી છે