1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શનિવાર, 16 જૂન 2018 (11:01 IST)

INDvAFG: મેચ પછી અજિંક્ય રહાણેએ કર્યુ કંઈક એવુ કે વધી ગયુ ક્રિકેટનુ સન્માન - VIDEO

INDvAFG
ભારતે શુક્રવારે અફગાનિસ્તાન વિરુદ્ધ ભલે મોટી જીત મેળવી હોય પણ તેમ છતા ભારતીય ખેલાડીઓએ અફગાન ટીમના ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ પગલાને ખૂબ પ્રોત્સાહિત કર્યુ.  ભારતીય ટીમના કપ્તાન અજિંક્ય રહાણેએ હારનારી અફગાનિસ્તાન ટીમને હતાશ ન થવા દીધી. રહાણેએ મેચ પછી કર્યુ કંઈક એવુ જેનાથી ક્રિકેટની રમતનુ કદ વધી ગયુ. 
 
ઉલ્લેખનીય છે કે  આ ટેસ્ટ મેચ ફક્ત 2 દિવસમાં જ પૂર્ણ થઇ ગઇ છે. અફઘાનિસ્તાનની ટીમ એક જ દિવસમાં 2 વાર ઑલ આઉટ થઇ હતી. ભારતીય ટીમ જ્યારે મેચ જીતીને ટ્રોફી લેવા પહોંચી ત્યારે ભારતીય કપ્તાન આંજિક્ય રહાણેએ મોટુ દિલ રાખતા અફઘાનિસ્તાનની ટીમને પણ બોલાવી હતી. ત્યારબાદ ભારત અને અફઘાનિસ્તાનની ટીમોએ ટ્રોફી સાથે ગ્રુપ ફૉટો ક્લિક કરાવ્યો હતો. મોટાભાગે એવુ જોવા મળતુ હોય છે કે મેચ અથવા સીરીઝ જીત્યા બાદ જીતનારી ટીમ ટ્રોફી સાથે તસવીર ક્લિક કરાવે છે, પરંતુ ભારતીય ટીમે આ પરંપરાને તોડી હતી.

ભારતીય ટીમની આ ખેલભાવનાની ઘણી જ તારીફ થઇ રહી છે. ઇંગ્લેન્ડનાં પૂર્વ કપ્તાન કેવિન પીટરસને પણ ભારતની તારીફ કરી હતી. ઉલ્લેખનીય છે કે 141 સાલમાં એવું ચોથીવાર થયું કે કોઇ ટીમ ટેસ્ટ મેચમાં એક જ દિવસમાં 2 વાર ઑલ આઉટ થઇ હોય