ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શનિવાર, 15 સપ્ટેમ્બર 2018 (16:22 IST)

Asia Cup 2018ના એ બોલર જે બતાવશે 'સ્પીડ'નો ડર

જસપ્રીત બુમરાહ ભારતની ઝડપી બોલિંગની સનસની છે. બુમરાહે ઈંટરનેશનલ ક્રિકેટમાં ટી-20 મંથી ધીરે ધીરે ભારતના ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં મુખ્ય બોલર બની ગયા છે.  વનડે ક્રિકેટમાં ભુવનેશ્વર કુમાર સાથે તેમની જોડી કોઈપણ ટીમના બેટિંગ ક્રમને ગબડાવવા માટે પૂરતી છે. 
ક્રિકેટમાં પાકિસ્તાનને ઝડપી બોલરોનો ગઢ કહેવાય છે. અહી એકથી એક ચઢિયાતા ઝડપી બોલર છે. આ ક્રમમાં પાકિસ્તાનના ઝડપી બોલર હસન અલી છે. પાકિસ્તાન તરફથી બોલિંગનો ભાર મોટાભાગે આ બોલર પર રહેશે.  અલીની આગેવાનીમાં પાકિસ્તાને ચેમ્પિયંસ ટ્રોફીનો ખિતાબ પોતાને નામે કર્યો હતો. 
લાંબા સમય પછી શ્રીલંકા ટીમમાં પરત ફરેલા લસિથ મલિંગા ઈંટરનેશનલ ક્રિકેટમાં જાણીતા બોલર છે. તેમને વિશ્વના સૌથી પ્રભાવાશાળી બોલર માનવામાં આવે છે.  સતત ચાર બોલ પર ચાર વિકેટ લેનારા મલિંગા એશિયા કપમાં ચોક્કસ જ શ્રીલંકાની બોલિંગના પ્રમુખ બોલર રહેશે.  મલિંગા દાવમાં પાંચ વિકેટ લેવાનુ કારનામુ સાત વાર કરી ચુક્યા છે. 
બાંગ્લાદેશના ઝડપી બોલર રૂબેલ હુસૈન દેશમાં ઝડપી બોલિંગની આગેવાની કરે છે. પાછળા એશિયા કપના ફાઈનલમાં પહોંચનારા બાંગ્લાદેશને જો ફરીથી એવુ જ પ્રદર્શન કરવુ છે તો રૂબેલ હુસૈને શાનદાર પ્રદર્શન કરવુ પડશે.  રૂબેલ બાંગ્લાદેશના બીજા સૌથી વધુ વિકેટ લેનારા ઝડપી બોલર છે.