રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 2 જૂન 2023 (12:24 IST)

Asia Cup માટે ટીમ ઈંડિયાનુ એલાન, BCCI એ જાહેર કરી સ્કવૉડ, આ દિવસે થશે પાકિસ્તાન સાથે મેચ

women cricket
એશિયા કપ 2023 વેન્યુને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. હાલ આ વિવાદ થંભ્યો નથી કે ભારતીય ક્રિકેટ બોર્ડે શુક્રવારે સવારે એક મોટુ એલાન કરી દીધુ છે. આ એલાનથી અનેક ફેંસ ચોંકી ગયા હશે. ઉલ્લેખનીય છે કે આગામી ટૂર્નામેંટ માટે બોર્ડએ સ્કવોડનુ એલાન કર્હ્યુ છે. આ માટે 14 સભ્યોની મેન સ્ક્વોડ પસંદ કરવામાં આવી છે. સાથે જ બીસીસીઆઈ દ્વારા રજુ થયેલ રિલીઝમાં તેની તારીખ પણ જાહેર થઈ છે.  ભારતીય ટીમ લીગ સ્ટેજમાં ત્રણ મુકાબલા રમશે. જેમાથી એક મેચ પાકિસ્તાન વિરુદ્ધ પણ રમાશે. 
 
 ઉલ્લેખનીય છે કે આ સ્કવોડ પુરુષ એશિયા કપનો જાહેર થયો નથી. પણ બોર્ડે વુમેન અમર્જિંગ એશિયા કપ માટે ઈંડિયા એ નો સ્ક્વૉડ અને તેની મેચોનો શેડ્યુલ જાહેર કર્યો છે.  આ માટે ટીમે 14 ખેલાડીઓને સ્થાન આપ્યુ છે. ભારતીય્ય ટીમ 13  જૂનથી પોતાના અભિયાનની શરૂઆત કરશે.  આ દરમિયાન 17 જૂનના રોજ ટીમ પાકિસ્તાન વિરુદ્ધ પોતાનો મુકાબલો રમશે.  
 
ટુર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ
 
ભારત એ વિ હોંગ કોંગ - 13 જૂન 2023
ભારત A વિ થાઇલેન્ડ A - 15 જૂન 2023
ભારત A વિ પાકિસ્તાન A - 17 જૂન 2023
 
ટીમ ઈન્ડિયાની સંપૂર્ણ ટીમ
શ્વેતા સેહરાવત (કેપ્ટન), સૌમ્ય તિવારી (વાઈસ-કેપ્ટન), ત્રિશા ગોંગડી, મુસ્કાન મલિક, શ્રેયંકા પાટિલ, કનિકા આહુજા, ઉમા ક્ષેત્રી (વિકેટ-કીપર), મમતા માડીવાલા (વિકેટ કીપર), તિતાસ સંધુ, યશશ્રી એસ, કશ્વી ગૌતમ , પાર્શ્વી ચોપરા, મન્નત કશ્યપ, બી અનુષા.
 
આ ટૂર્નામેંટ હોંગ કોંગમાં રમાશે આ માટે ટીમોને બે ગ્રુપ એ અને બીમાં મુકવામાં આવ્યા છે. દરેક ગ્રુપમાં ચાર-ચાર ટીમો છે. ગ્રુપ બી માં બાંગ્લાદેશ એ, શ્રીલંકા A, મલેશિયા A અને UAE A ટીમો રાખવામાં આવી છે. 12મી જૂનથી શરૂ થઈ રહી છે. ફાઇનલ મેચ 21 જૂને રમાશે.