શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 1 એપ્રિલ 2016 (14:14 IST)

જે ક્રિકેટર્સ પર વરસે છે પૈસો, શુ તેમની ડિગ્રી વિશે જાણો છો તમે ?

ખેલોગે કૂદોગે બનોગે નવાબ.... આ વાતને સાબિત કરનારી આપણી ઈંડિયન ક્રિકેટ ટીમના કલાકારોનુ હુનર મેદાન પર તો જગજાહેર છે પણ આ ખેલાડીઓએ શિક્ષણના ગ્રાઉંડ પર પણ સારી ઈનિંગ રમી છે. 
 
જાણો આ જાણીતા ક્રિકેટ સ્ટાર્સના ક્લાસરૂમ રેકોર્ડ... 
 
1. સૌરવ ગાંગુલી - આપણી ક્રિકેટ ટીમના દાદા સૌરવ ગાંગુલીએ સેંટ જેવિયર કૉલેજથી કોમર્સમાં ગ્રેજ્યુએટ કર્યુ છે. દાદાને પીએચડીની ઉપાધિથી સન્માનિત પણ કરવામાં આવી ચુક્યા છે. 
 
2. સચિન તેંદુલકર - ખૂબ જ ઓછી વયમાં મેદાન સાથે ઈશ્ક કરી લેનારા આપણા માસ્ટર બ્લાસ્ટરે ડિગ્રીના નામે 12મું પાસ કર્યુ છે. 
 
3. વીરેન્દ્ર સહેવાગ - વીરુના બેટની જેમ આજકાલ તેમની હરિયાણવી કોમેંટ્રી ચર્ચામાં છે. તેમણે જામિયા મિલિયા યૂનિવર્સિટીથી ગ્રેજ્યુએટ કર્યુ છે. 
 
4. વીવીએસ લક્ષ્મણ -  આપણા VVS મતલ વેરીવેરી સ્પેશ્યલ લક્ષ્મણ સૌથી વધુ ભણેલા ગણેલા ક્રિકેટર્સમાંથી એક છે. તેમણે પોતાનો એમબીબીએસનો અભ્યાસ વચ્ચે છોડીને રમતના મેદાનને પસંદ કર્યુ હતુ. 
 
5. રાહુલ દ્રવિડ - ક્રિકેટ ટીમની દિવાલ અને મિસ્ટર ડિપેંડેબલના નામથી ઓળખ રાખનારા આપણા દ્રવિડે સેંટ જોસફ કોલેજથી એમબીએ કર્યુ છે. 
 
6. યુવરાજ સિંહ - આપણા યુવીના ભાગમાં 6 બોલમાં 6 છક્કા મારવાનો રેકોર્ડ નોંધાયેલો છે. બીજી બાજુ ડિગ્રીના  નામ પર તેમણે ડીએવી પબ્લિક શાળામાંથી 12મા સુધીનો અભ્યાસ કર્યો છે. 
 
7. અનિલ કુંબલે - ભારતીય ટીમના જંબો જેટ તરીકે ઓળખાતા કુંબલેએ બેંગલુરુથી મૈકેનિકલ એંજિનિયરિંગ કર્યુ છે. તેમણે આ ડિગ્રી રાષ્ટ્રીય વિદ્યાલય કૉલેજ ઓફ એંજિનિયરિંગથી મેળવી છે. 
 
8. જવગલ શ્રીનાથ  કુંબલેની જેમ શ્રીનાથે પણ મૈસૂરના કૉલેથી એંજિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. 
 
9. એમ એસ ધોની  કેપ્ટન કૂલ ધોનીએ ક્રિકેટમાં 10મુ પાસ થયા પછી જ પગ મુકી દીધો હતો. ત્યારબાદ ક્રિકેટ 
ફિલ્ડમાં પોતાનો જાદુઈ કરિશ્મા બતાડવા સાથે ધોનીએ 12માનો અભ્યાસ કર્ય અને પછી બીકોમ પણ કર્યુ છે.  
 
10. વિરાટ કોહલી - સોશિયલ મીડિયા પર સૌથી વધુ ટ્રેંડ કરનારા કોહલીનો બલ્લો અનેક ધમાકેદાર દાવ રમી ચુક્યા છે. બીજી બાજુ અભ્યાસના મેદાનમાં કોહલી નૉટ આઉટ થઈને 12મું પાસ છે. 
 
11. શિખર ધવન - ભારતીય ટીમના ગબ્બર ધવને 12મા સુધીનો અભ્યાસ કર્યો છે. 
 
12. સુરેશ રૈના - ભારતીય ટીમમાં આવતા પહેલા રૈનાએ હાઈસ્કૂલનો અભ્યાસ કર્યો છે. 
 
13. ગૌતમ ગંભીર - ક્રિકેટ મેદાનમાં ગંભીર ક્રિકેટરે દિલ્હીના હિંદૂ કોલેજથી ગ્રેજ્યુએટ કર્યુ છે. 
 
14. ઝહીર ખાન - ઝહીર મેદાનમાં જલવો બતાવતા પહેલા શાળામાં બ્રાઈટ સ્ટુડેંટ પણ રહ્યો છે. એ જ કારણ હતુ કે તેણે પોતાના આગળના અભ્યાસ માટે એંજિનિયરિંગને પસંદ કર્યુ. પણ મેદાનમાં જાદુ ચાલતા જ અભ્યાસને વચ્ચે જ છોડીને તેણે ક્રિકેટને પસંદ કર્યુ. 
 
15. અજિંક્ય રહાણે - રહાણેએ એસવી જોશી હાઈસ્કૂલ, ડોંબિવલીથી 10મા સુધી અભ્યાસ કર્યો છે.