ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: બુધવાર, 30 ડિસેમ્બર 2020 (18:24 IST)

Rajasthan News: મોહમ્મદ અઝહરૂદીનની કાર પલટી, દુર્ઘટનામાં આબાદ બચાવ

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન બુધવારે એક મોટા અકસ્માતથી બચી ગયા.  સવાઈ માધોપુર આવતાં તેમની કારને અકસ્માત નડ્યો  ક્રેશ થઈ હતી. પરંતુ તે રાહતની વાત છે કે આ અકસ્માતમાં અઝહરુદ્દીનને ઈજા થઈ નથી.  જાણકારી મુજબ આ અકસ્માત લાલસોટ કોટા મેગા હાઈવે પર સૂરવાર પોલીસ સ્ટેશનની પાસે થયો છે. 57 વર્ષીય પૂર્વ ભારતીય કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન પોતાના પરિવાર સાથે રણથંભૌર જઈ રહ્યો હતો તે સમયે આ અકસ્માત થયો હતો.

 
ટાયર ફાટવાના કારણે અકસ્માત સર્જાયો 
 
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે અકસ્માત અચાનક ટાયર ફાટવાના કારણે થયો હતો. આ દરમિયાન ઢાબામાં કાર ઘૂસી જવાને કારણે  ઢાબામાં કામ કરતાં એક યુવક  ઘાયલ થયો હતો. ઘાયલ માણસનુ નામ એહસાન બતાવાય રહ્યુ છે.  યુવકને હળવી ઇજાઓ થઈ છે.