શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 13 એપ્રિલ 2017 (23:12 IST)

જે લોકો આઝાદી ઈચ્છે છે તેઓ અત્યારે જ ચાલ્યા જાય - ગૌતમ ગંભીરે કશ્મીરના યુવકોની ટીકા કરી

શ્રીનગરમાં ચૂંટણી પૂર્ણ થયા બાદ ત્યાંથી પાછા ફરિ રહેલા સીઆરપીઅએફ જવાનોને કશ્મીરી યુવાઓ દ્વારા લાત મારતો વીડિયો સામે આવ્યાના એક દિવસ બાદ ગુરૂવારે ભારતીય ક્રિકેટર અને કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન ગૌતમ ગંભીરે કશ્મીરના યુવકોની ટીકા કરી છે.
 
ગંભીરે જવાનોને લાત મારવાની ઘટના બાદ કશ્મીરના યુવાઓને  ટ્વીટર પર નિશાન સાધ્યું હતું. તે વિડિયોમાં કશ્મીર ખીણવિસ્તારમાં અનેક યુવકોને સુરક્ષા દળોની મારપીટ કરતા અને ગાળો ભાંડતા બતાવવામાં આવ્યા છે. આ વિડિયો બુધવારે વાયરલ થયો હતો.
 
તે ઘટના અંગે પ્રત્યાઘાત આપતાં દિલ્હીના બેટ્સમેન ગંભીરે ટ્વિટર પર લખ્યું છે કે સુરક્ષા જવાનની પ્રત્યેક થપ્પડના બદલામાં ઓછામાં ઓછા 100 જેહાદીઓને મારી નાખવા જોઈએ.
 
ગંભીરે લખ્યું છે કે, ‘જે લોકો આઝાદી ઈચ્છે છે તેઓ અત્યારે જ ચાલ્યા જાય. કશ્મીર અમારું છે. #kashmirbelongs2us’.