1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 16 નવેમ્બર 2021 (08:46 IST)

ભારત પરત ફરતી વખતે ફસાયેલો હાર્દિક પંડ્યા, એરપોર્ટ પરથી 5 કરોડની 2 ઘડિયાળો જપ્ત

Hardik Pandya trapped on his way back to India
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પોતાના કરિયરમાં ખૂબ જ ઓછા સમયમાં સફળતા મેળવી છે. હાર્દિક પંડ્યા લક્ઝરી લાઈફ જીવવા માટે જાણીતો છે. હાર્દિક પંડ્યાએ ખૂબ જ ઓછા સમયમાં વિશ્વ ક્રિકેટમાં ઘણી સંપત્તિ અને ખ્યાતિ મેળવી છે. હાર્દિક પંડ્યા વિશે એક મોટા સમાચાર સામે આવ્યા છે કે કસ્ટમ વિભાગે તેની 5 કરોડની કિંમતની બે ઘડિયાળો જપ્ત કરી છે. 
 
શા માટે હાર્દિક પંડ્યાની ઘડિયાળ જપ્ત કરવામાં આવી?
હાર્દિક પાસે આ ઘડિયાળોનું બિલ નહોતું અને તેણે ઘડિયાળો જાહેર પણ કરી ન હતી. આ પછી કસ્ટમ વિભાગે મુંબઈ એરપોર્ટ પર હાર્દિક પંડ્યાની 5 કરોડની કિંમતની બે ઘડિયાળો જપ્ત કરી છે. તમને જણાવી દઈએ કે હાર્દિકને મોંઘી ઘડિયાળોનો ઘણો શોખ છે. થોડા મહિનાઓ પહેલા, તેણે Patek Philippe Nautilus Platinum 5711 ઘડિયાળ ખરીદી છે, જેની કિંમત 5 કરોડ રૂપિયાથી વધુ છે.