બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 1 જુલાઈ 2022 (16:20 IST)

IND VS ENG પાંચમી ટેસ્ટ LIVE:14 ઓવર પછી ભારતનો સ્કોર 43/1, પુજારા-વિહારી ક્રીઝ પર, શુભમન ત્રીજીવાર બન્યા એંડરસનના શિકાર

india vs eng
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની છેલ્લી મેચ બર્મિંગહામના એજબેસ્ટન સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ચેતેશ્વર પૂજારા અને હનુમા વિહારી ક્રિઝ પર છે. 14 ઓવર પછી સ્કોર 43/1 છે.
 
ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને ફરી એકવાર ઈંગ્લેન્ડને શરૂઆતી સફળતા અપાવી હતી. તેણે ઓફ સ્ટમ્પની બહાર રહેલા શુભમન ગિલને ગુડ લેન્થનો બેક બોલ ફેંક્યો. ગિલ બોલ સાથે ટેમ્પર કરવા ગયો અને આઉટ થયો. આ ત્રીજી વખત છે જ્યારે એન્ડરસને ગિલને પોતાનો શિકાર બનાવ્યો છે. શુભમનના બેટથી 24 બોલમાં 17 રન થયા હતા. આ દરમિયાન તેણે 4 શાનદાર ચોગ્ગા ફટકાર્યા હતા.
 
બંને ટીમો આ રીતની છે 
 
ઈંગ્લેન્ડ - એલેક્સ લીસ, જેક ક્રોલી, ઓલી પોપ, જો રૂટ, જોની બેરસ્ટો, બેન સ્ટોક્સ, સેમ બિલિંગ્સ, મેથ્યુ પોટ્સ, સ્ટુઅર્ટ બ્રોડ, જેક લીચ, જેમ્સ એન્ડરસન. 
 
ભારત: શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, હનુમા વિહારી, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને જસપ્રિત બુમરાહ.