IND vs ENG: સેમીફાઈનલમાં ભારતની શરમજનક હાર, ઈગ્લેંડને 10 વિકેટથી હરાવ્યુ, પાકિસ્તાન સાથે રમશે ફાઈનલ
IND vs ENG (India vs England) T20 World Cup 2nd Semi Final Match Score Live: T20 વર્લ્ડ કપની બીજી સેમિફાઇનલ ગુરુવારે એડિલેડમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી. ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં છ વિકેટે 168 રન બનાવ્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડની ટીમે 16 ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 170 રન બનાવ્યા હતા.
IND vs ENG T20 Live: ભારતે ઈગ્લેંડને 10 વિકેટથી હરાવ્યુ
સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડે ભારતને 10 વિકેટે હરાવ્યું હતું. તેણે 169 રનનો ટાર્ગેટ કોઈપણ વિકેટ ગુમાવ્યા વિના હાંસલ કરી લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 6 વિકેટે 168 રન બનાવ્યા હતા. જવાબઃ ઈંગ્લેન્ડની ટીમે 16 ઓવરમાં કોઈપણ નુકશાન વિના 170 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી એલેક્સ હેલ્સે 47 બોલમાં અણનમ 86 રન બનાવ્યા હતા. કેપ્ટન જોસ બટલરે 49 બોલમાં 80 રન બનાવ્યા હતા. છમાંથી ચાર ભારતીય બોલરોએ 10થી વધુના ઈકોનોમી રેટથી રન આપ્યા હતા
બટલર હેલ્સે ઈંગ્લેન્ડને આપી ઝંઝાવાતી શરૂઆત
જોસ બટલર અને એલેક્સ હેલ્સે ઈંગ્લેન્ડને ઝડપી શરૂઆત અપાવી છે. બંને બેટ્સમેન ઝડપી ગતિએ રન બનાવી રહ્યા છે અને ઈંગ્લેન્ડ માટે મેચ આસાન બનાવી રહ્યા છે. ઈંગ્લેન્ડની ઓપનિંગ જોડીએ પ્રથમ ઓવરમાં 13, બીજી ઓવરમાં આઠ, ત્રીજી ઓવરમાં 12 અને ચોથી ઓવરમાં આઠ રન બનાવ્યા હતા. ચાર ઓવર પછી ઈંગ્લેન્ડનો સ્કોર કોઈ પણ નુકશાન વિના 41 રન છે. ભારતે અત્યાર સુધીમાં ત્રણ બોલરોને અજમાવ્યા છે પરંતુ કોઈ પણ વિકેટ લઈ શક્યું નથી.