શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : શનિવાર, 29 સપ્ટેમ્બર 2018 (07:27 IST)

India vs Bangladesh Asia Cup Final : એશિયા કપમા ભારતની રોમાચક જીત

એશિયા કપની ફાઇનલમાં બાંગ્લાદેશે આપેલા 223 રનના પડકાર સામે  ભારતે 48.1 ઓવરમાં 7 વિકેટે 224 રન બનાવી લીધા છે.  ભારત વતી શિખર ધવન અને રોહિતે પ્રથમ વિકેટ માટે 35 રનની ભાગીદારી નોંધાવી હતી. ધવન 15 રને આઉટ થયો હતો. રાયડુ 2 રને આઉટ થતા ભારતે 46 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી. રોહિતે એક છેડો સાચવી રાખ્યો હતો. જોકે તે 48 રન બનાવી આઉટ થયો હતો. રોહિતના આઉટ થયા પછી ધોની અને કાર્તિકે 54 રનની ભાગીદારી કરી બાજી સંભાળી હતી. 37 અને ધોની 36 રને આઉટ થયા હતા.
 
એશિયા કપની ફાઈનલમાં બાંગ્લાદેશ અને ભારત વચ્ચે રસાકસીપૂર્ણ મુકાબલો થયો હતો. બાંગ્લાદેશે આપેલા 223 રનના પડકારને મેળવવા માટે ઈન્ડિયાને બધી જ એટલે પચ્ચાસ ઓવર રમવી પડી હતી. બાંગ્લાદેશની ચૂસ્ત બોલિંગ સામે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ ઘણુ બધુ ઝઝૂમવું પડ્યું હતુ અને છેલ્લા બોલે જીત મેળવી હતી. બાંગ્લાદેશ તરફથી લિટોન દાસે 121 રનની શાનદાર ઈનિંગ રમી હતી. જ્યારે ભારત તરફથી રોહિત શર્માએ 48,  કાર્તિકે 37 અને ધોનીએ 36 રનની ઈનિંગ રમી હતી. ભારત તરફથી કૂલદીપ યાદવે ત્રણ વિકેટ ઝડપી હતી. જોકે, કેદાર જાધવે ટીમ માટે મહત્વપૂર્ણ બે વિકેટ અપાવી હતી, જેના કારણે ટીમ ઈન્ડિયાએ વાપસી કરી હતી. તે ઉપરાંત બાંગ્લાદેશના ત્રણ બેટ્સમેન રન આઉટ થયા હતા. 
 
 
કેદાર જાધવના મસલ્સમાં પ્રોબલમ આવતા 19 રન બનાવીને રિટાર્યડહર્ટ થયો હતો. 37મી ઓવર લઈને આવેલા મુસ્તફિઝુરે ધોનીને આઉટ કરીને ટીમ ઈન્ડિયાને પાંચમો ફટકો આપ્યો હતો. ધોની 67 બોલમાં 37 રન બનાવીને આઉટ થયો હતો. ધોનની જગ્યા લેવા માટે રવિન્દ્ર જાડેજા મેદાનમાં ઉતર્યો હતો. 31મી ઓવર લઈને આવેલા મહમ્મદુલ્લાએ દિનેશ કાર્તિકને લેગબી ફોર કરીને પેવેલિયન ચાલતો કર્યો હતો. દિનેશ કાર્તિક 61 બોલમાં 37 રન બનાવીને આઉટ થયો.. સત્તરમી ઓવર લઈને આવેલા રૂબેલ હુસેના શોર્ટ બોલ પર મોટો શોર્ટ ફટકારવાની ફિરાકમાં રોહિત શર્મા નઝમુલ ઈસ્લામના હાથમાં કેચ આપી બેઠો હતો. રોહિત શર્મા 48 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. 10 ઓવરના અંતે ટીમ ઈન્ડિયાએ બે વિકેટના નુકશાને 57 રન બનાવી લીધા છે. આ દરમિયાન રોહિત શર્મા 36 અને દિનેશ કાર્તિક ત્રણ રન બનાવીને રમતમાં હતા. આ પહેલા શિખર અને અંબાતી સસ્તામાં પેવેલિયન ફર્યા હતા.
 
ભારતીય ટીમ અત્યાર સુધી રમયેલ 13 એશિયા કપમાંથી 7 ખિતાબ જીતવામાં સફળ રહી છે. બીજી બાજુ 1984, 1988, 1990, 1995, 2010, અને 2016માં ચેમ્પિયન બની છે, બીજી બાજુ બાંગ્લાદેશ આજ સુધી ખિતાબ જીતી શકી નથી. તે 2012 અને 2016માં ઉપવિજેતા બન્યો હતો. 
 
ટીમ ઈંડિયાના ઓપનર શિખર ધવન આ એશિયા કપમાં અત્યાર સુધી ચાર મેચમાં બે સદીની મદદથી 327 રન બનાવી ચુક્યા છે. તેઓ એક એશિયા કપમાં સૌથી વધુ રન બનાવનારા શ્રીલંકાના સનથ જયસૂર્યાનો રેકોર્ડ તોડી શકે છે.  જયસૂર્યાએ 2008માં થયેલ એશિયા કપમાં પાંચ મેચમાં 378 રન બનાવ્યા હતા.